Home /News /sport /Vinod Kambali: વિનોદ કાંબલીની મુશ્કેલીઓમાં ફરી થયો વધારો: પત્નીએ પોલીસ ફરિયાદ કરાવી દાખલ

Vinod Kambali: વિનોદ કાંબલીની મુશ્કેલીઓમાં ફરી થયો વધારો: પત્નીએ પોલીસ ફરિયાદ કરાવી દાખલ

વિનોદ કાંબલી અને પત્નીની ફાઇલ તસવીર

બાંદ્રા પોલીસે જણાવ્યું કે, કાંબલીની પત્નીએ પોલીસનો સંપર્ક કરતા અને કેસ દાખલ કરાવતા પહેલા ભાભા હોસ્પિટલમાં સારવાર લીધી હતી

મુંબઈ: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની ફરીથી મુશ્કેલીઓ વધી છે. પત્નીએ વિનોદ કાંબલી સામે પોલીસ ફરિયાદ કરી છે. પત્નીએ શુક્રવારે બાંદ્રા (વેસ્ટ) ફ્લેટમાં દારૂના નશામાં કથિત રીતે તેની સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે બાંદ્રા પોલીસે જણાવ્યું કે, કાંબલી વિરુદ્ધ આઈપીસી કલમ 324 અને 504 (અપમાન) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. કાંબલી પર આરોપ છે કે, તેણે કથિત રીતે તેની પત્ની એન્ડ્રીયા પર રસોડામાં વપરાતા પેનનું હેન્ડલ ફેંક્યું હતું જેના કારણે પત્નીને માથામાં ઈજા થઈ હતી. જોકે તેણીએ કહ્યું, "મામલો ઉકેલાઈ ગયો છે."

આ ઘટના બપોરે 1 થી 1. 30 વાગ્યાની વચ્ચે બની હતી જ્યારે કાંબલી કથિત રીતે દારૂના નશામાં તેના બાંદ્રા ફ્લેટમાં ઘુસી ગયો હતો અને તેની પત્ની પર અપશબ્દોનો વરસાદ પણ કર્યો હતો. આ ઘટના કાંબલીના 12 વર્ષના પુત્રએ પણ જોઇ હતી. જેણે આ મામલાને શાંત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ વિનોદ કાંબલી રસોડામાં દોડી ગયો અને પાનનું હેન્ડલ લઈને પાછો ફર્યો અને તેની પત્ની પર ફેંકી દીધું.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટરે જીવની બાજી લગાવીને તૂટેલા હાથે કરી બેટિંગ

બાંદ્રા પોલીસે જણાવ્યું કે, કાંબલીની પત્નીએ પોલીસનો સંપર્ક કરતા અને કેસ દાખલ કરાવતા પહેલા ભાભા હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં જણાવ્યા પ્રમાણે, કાંબલીનો મોબાઈલ સ્વીચ ઓફ આવી રહ્યો હતો.
ફરિયાદમાં કાંબલીની પત્ની એન્ડ્રીયાએ કહ્યું: "તેને શાંત કરવાનો પ્રયાસ કરવા છતાં, તેણે મારી અને મારા પુત્ર સાથે કોઈ કારણ વિના દુર્વ્યવહાર કર્યો. તેણે અમારા પર આરોપ લગાવ્યા. રસોઈના પેનહેન્ડલને ફટકાર્યા પછી, તેણે ફરીથી બેટ વડે પણ હુમલો કર્યો હતો. હું તેને રોકવામાં સફળ રહી. જે બાદ હું મારા પુત્ર સાથે તરત જ હોસ્પિટલ સારવાર માટે દોડી ગઇ હતી."
First published:

Tags: Sports news, Vinod kambli

विज्ञापन