હોસ્પિટલમાં જિંદગીની જંગ લડી રહ્યા છે પૂર્વ ક્રિકેટર, પરિવારે BCCI પાસે માંગી મદદ

વડોદરામાં જેકબ માર્ટિનની સારવારમાં રોજ 70 હજાર રૂપિયા ખર્ચ થઈ રહ્યો છે, હવે પરિવારને સારવાર માટે પૈસાની ખૂબ જ જરૂર છે

News18 Gujarati
Updated: January 20, 2019, 2:09 PM IST
હોસ્પિટલમાં જિંદગીની જંગ લડી રહ્યા છે પૂર્વ ક્રિકેટર, પરિવારે BCCI પાસે માંગી મદદ
વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિન
News18 Gujarati
Updated: January 20, 2019, 2:09 PM IST
પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની તબિયત નાજુક છે અને તે વડોદરાની એક હોસ્પિટલમાં દાખલ છે. માર્ટિનની સારવારમાં દરરોજ 70 હજાર રૂપિયા ખર્ચ થઈ રહ્યો છે અને હવે પરિવારને તેમના સારવાર માટે પૈસાની ખૂબ જ જરૂર છે.

46 વર્ષીય માર્ટિન ભારત માટે 10 વનડે રમી ચૂક્યા છે. 28 ડિસેમ્બરે સ્કૂટર પર જતી વખતે તેમનો એક્સીડન્ટ થઈ ગયો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ દરમિયાન તેમને લિવર અને ફેફસામાં ઈલાજ થઈ હતી અને ત્યારથી તે વેન્ટિલેટર પર છે.

માર્ટિનની પત્નીએ હાલમાં જ BCCI પાસે મદદ માંગી છે, જેથી તેમની સારવારનો ખર્ચ ઓછો થઈ જશે. તેમનો પરિવાર 5 લાખ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે અને ત્યારબાદ બીસીસીઆઈએ બેનેવોલેંટ સ્કીમ હેઠળ વધુ 5 લાખ રૂપિયા આપ્યા છે.

પૂર્વ બીસીસીઆઈ અધિકારી અને વડોદરા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય પટેલે જણાવ્યું કે, જ્યારે મને એક્સિડન્‍ટ વિશે ખબર પડી હું જેકબના પરિવારને શક્ય એ મદદ કરવાનો પ્રયાસ કર્યો. મેં કેટલાક લોકો સાથે વાતચીત કરી, જેમાં વડોદરાના મહારાજ સમરજીતસિંહ ગાયકવાડે 1 લાખ રૂપિયા ડોનેટ કર્યા. આ ઉપરાંત 5 લાખ રૂપિયા બીજા એકત્ર કર્યા.

આ પણ વાંચો, કોહલીની સૌથી ઝડપી 27 વનડે સદીનો રેકોર્ડ તૂટ્યો, ફોર્મમાં પરત ફર્યો અમલા

તેમણે વધુમાં જણાવ્યું કે, હોસ્પિટલનું બિલ પહેલાથી જ 11 લાખથી પાર જઈ ચૂક્યું છે. ત્યાં સુધી કે એક વાર હોસ્પિટલે દવાઓ આપવાની પણ બંધ કરી દીધી હતી. બીસીસીઆઈએ જોકે ત્યારબાદ પૈસા જમા કરાવ્યા અને આ રીતે સારવાર બંધ થવા ન દીધી.
Loading...

પટેલે કહ્યું કે, બીસીએએ આજે જ 30 હજાર રૂપિયાનો ટીડીએસ કાપ્યા બાદ 2.70 લાખ રૂપિયા આપ્યા છે પરંતુ તેમની પાસેથી વધુની આશા છે. નોંધનીય છે કે તેમની કેપ્ટન્સીમાં જ વડોદરાની ટીમે રણજી ટ્રોફી જીતી હતી. હાલમાં જ એસોસિએશનના એક પૂર્વ રણજી પ્લેયરની વિધવાને 22 લાખ રૂપિયા આપ્યા હતા.

તેમણે જણાવ્યું કે તેઓ પહેલા જ રાજ્યના પૂર્વ પ્લેયર જહીર ખાન અને પઠાન બંધુઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે અને તેઓ આર્થિક મદદ કરવા માટે તૈયાર છે. પટેલ અન્ય સ્ટાર પ્લેયર્સ સાથે પણ વાતચીત કરશે અને તેમની મદદ માટે વિનંતી કરશે.
First published: January 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...