નવી દિલ્હી : ભારતના પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે (Gautam Gambhir)અયોધ્યામાં ભવ્ય રામ મંદિર (Ram Mandir)નિર્માણ માટે એક કરોડ રૂપિયા દાન આપ્યું છે. ક્રિકેટરથી નેતા બનેલા ગંભીરે કહ્યું કે આ રકમ તેમણે અને તેમના પરિવારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આપી છે, જે બધા ભારતીયોના સપનું છે.
પૂર્વ દિલ્હીના સાંસદ ગંભીરે કહ્યું હતું કે ભવ્ય રામ મંદિર બધા ભારતીયોનું સપનું છે. આ માટે મારા અને મારા પરિવારથી તરફથી આ રકમ એક નાનું યોગદાન છે. પાર્ટી નેતાઓએ જણાવ્યું કે દિલ્હી ભાજપાએ આખા શહેરમાં દાન એકત્ર કરવા માટે કૂપન જાહેર કરી છે, જે 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયાની છે. દિલ્હી ભાજપા મહાસચિવ અને અભિયાનના સંયોજક કુલજીત ચહલે જણાવ્યું કે આનો ઉપયોગ લોકો પાસેથી દાન એકત્ર કરવા માટે કરવામાં આવશે.