ઈંગ્લેન્ડના ખેલાડીઓ IPLના કારણે અમારા તળિયા ચાટે છે : ફારૂખ એન્જિનિયર

(Farokh Engineer Facebook)

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનના 8 વર્ષ જૂના ટ્વિટને કારણે ક્રિકેટમાં નસ્લવાદના મુદ્દાએ ફરીથી જોર પકડ્યું છે

  • Share this:
નવી દિલ્હી : ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનના 8 વર્ષ જૂના ટ્વિટને કારણે ક્રિકેટમાં નસ્લવાદના મુદ્દાએ ફરીથી જોર પકડ્યું છે. પૂર્વ ભારતીય વિકેટકીપર ફારુખ એન્જિનિયરે ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનના રોબિન્સનના નિલંબનને ખોટુ ઠેરવ્યાના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે હું ન્યૂઝપેપરમાં પ્રધાનમંત્રી જોન્સન વિશે વાંચુ છું. મને લાગી રહ્યું છે કે કોઈપણ પ્રધાનમંત્રી માટે આ પ્રકારના મામલે નિવેદન આપવું ખૂબ જ ખોટું છે. મને લાગી રહ્યું છે કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે તેમને સસ્પેન્ડ કરીને એકદમ બરાબર કર્યું છે. તેણે ભૂલ કરી છે તો તેની સજા મળવી જોઈએ અને બીજા ખેલાડીઓ માટે ઉદાહરણ બનવું જોઈએ.

ફારુખ ઘણા વર્ષોથી ઈંગ્લેન્ડમાં વસી ગયા છે. તેમણે ઇન્ડિયન એક્સપ્રસ સાથે વાતચીતમાં નસ્લવાદને લઈને તેમના અનુભવ શેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે ઇંગ્લેન્ડ કાઉન્ટી ક્રિકેટ રમવા દરમ્યાન તેમણે કેવી રીતે નસ્લવાદનો સામનો કરવો પડ્યો હતો. 1960ની શરૂઆતના વર્ષોમાં ફારૂખ લેકશર તરફથી કાઉન્ટી ક્રિકેટ રમ્યા હતા. જ્યારે હું કાઉન્ટી ક્રિકેટ રમવા આવ્યો ત્યારે લોકો અલગ નજરથી જોતા હતા કે આ ભારતથી આવ્યો છે. લેંકશર તરફથી રમવા દરમિયાન મારે નસ્લીય ટીપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. વ્યક્તિગત ટિપ્પણી કરવામાં આવતી ન હતી. ભારતથી આવ્યો હોવાને કારણે મારી બોલવાની રીત અલગ હતી.

નસ્લવાદનો જડબાતોડ જવાબ આપ્યો હતો: ફારૂખ

ફારૂખે જણાવ્યું કે મને લાગે છે કે મારુ અંગ્રેજી અંગ્રેજો કરતા વધુ સારુ છે. મેં તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. બેટીંગ અને વિકેટકીપિંગથી ખુદને સાબિત કર્યો. મને ગર્વ છે કે મેં ભારતના એક પ્રતિનિધિ તરીકે ખુદને રાખ્યો અને દેશની પ્રતિષ્ઠા વધારવાનું કામ કર્યું.

આ પણ વાંચો - કઇ રીતે બીજા વિશ્વ યુદ્ધમાં લાપતા થયેલા પોતાના સૈનિકોને ભારતમાં શોધી રહ્યું છે અમેરિકા?

IPLના કારણે ઈંગ્લિશ ખેલાડી આપણી આગળ પાછળ ફરે છે

ફારૂખે કોમેડિયન સાઈરસ બ્રોચાની સાથે એક પોડકાસ્ટમાં વાત કરતા તેમણે જણાવ્યું કે કેવી રીતે ભારતીય ખેલાડીઓએ હંમેશા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નસ્લવાદનો સામનો કરવો પડ્યો છે. તેમણે જણાવ્યું કે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જૈફી બોયકોટે કોમેન્ટ્રી દરમિયાન ‘બ્લડી ઇન્ડિયન્સ’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. IPL બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ઈંગ્લિશ ખેલાડીઓ આવું કરવાનું હિંમત કરતા નથી.

પૈસાના કારણે ઈંગ્લિશ ખેલાડીઓના વર્તનમાં ફેરફાર આવ્યો

વધુમાં તેમણે જણાવ્યું કે જ્યારથી IPL શરૂ થઈ છે ત્યારથી ઈંગ્લેન્ડના ખેલાડીઓ અમારા તળિયા ચાટે છે. મને આશ્ચર્ય થાય કે માત્ર પૈસાના કારણે તેઓ અમારા જૂતા ચાટે છે. મારા જેવા લોકો જાણે કે શરૂઆતમાં તેઓ કેવા હતા અને હવે માત્ર પૈસાના કારણે તેમનું વર્તન બદલાઈ ગયું છે. ઈંગ્લિશ ખેલાડીઓને લાગે છે ભારતમાં પૈસાની કમાણી થઈ શકે છે. ભલે ક્રિકેટ ના રમે પરંતુ કોમેન્ટ્રી કે ટીવી શો થી તેઓ પૈસા કમાઈ શકે છે.
First published: