ધોનીને CSKમાં લાવનારા આ પૂર્વ ભારતીય ઓપનરે કરી આત્મહત્યા

આર્થિક તંગીથી પરેશાન થઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીબી ચંદ્રશેખરે કરી આત્મહત્યા

News18 Gujarati
Updated: August 16, 2019, 10:22 AM IST
ધોનીને CSKમાં લાવનારા આ પૂર્વ ભારતીય ઓપનરે કરી આત્મહત્યા
આર્થિક તંગીથી પરેશાન થઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીબી ચંદ્રશેખરે કરી આત્મહત્યા
News18 Gujarati
Updated: August 16, 2019, 10:22 AM IST
ક્રિકેટની રમતમાં હાલના સમયમાં પૈસાની કોઈ ખોટ નથી, પરંતુ કદાચ આ વાત દરેક ક્રિકેટર વિશે ન કહી શકાય. કદાચ આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયાના એક પૂર્વ ક્રિકેટર સાથે જોડાયેલી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે ક્રિકેટરોની ચમક-દમક ભરેલી જિંદગી પાછળની કાળી હકિકતને દર્શાવે છે. આ જ કારણ છે કે આર્થિક તંગીથી પરેશાન થઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનરે જીવ આપી દીધો.

ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીબી ચંદ્રશેખર ગુરુવારે ચેન્નઈ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલમાં મળી આવ્યા. માઇલાપોર સ્થિત તેમના ઘરમાં તેમનો મૃતદેહ પંખા સાથે લટકેલો મળ્યો. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર તેઓએ આત્મહત્યા કરી છે. તેઓએ દેશ માટે 7 વનડે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમની 43.09ની ઉત્તમ સરેરાશ થઈ છે. તેમની ભારતના આક્રમક ઓપનર તરીકે ગણતરી કરવામાં આવતી હતી.


રિપોર્ટ મુજબ, ઇન્સ્પેક્ટર સેંથિલ મુરુગને જણાવ્યું કે ચંદ્રશેખરની પત્નીએ નિવેદન આપ્યું છે કે તેઓએ ચંદ્રશેખરના રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ ઘણા સમય સુધી કોઈ જવાબ ન મળ્યા બાદ તેઓએ બારીથી અંદર જોયું તો ચંદ્રશેખરનો મૃતદેહ પંખાથી લટકેલો હતો. ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી. તેમની પત્ની સૌમ્યાએ જણાવ્યું કે ચા પીધા બાદ સાંજે 5.45 વાગ્યે પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. ક્રિકેટ બિઝનેસમાં નુકસાન થવાના કારણે તેઓ અનેક દિવસોથી તણાવમાં હતા.

વીબી ચંદ્રશેખર તમિલનાડુ પ્રીમિયર લીગમાં વીબી કાંચી વીરંસ ટીમના માલિક હતા અને માનવામાં આવી રહ્યું છે કે આ ટીમને લઈને તેઓ આર્થિક તંગીનો શિકાર થઈ ગયા હતા. ચંદ્રશેખરના મોતના અહેવાલે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. અનિલ કુંબલે, હરભજન સિંહ અને સુરેશ રૈના જેવા ટીમ ઈન્ડિયાના વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.

ધોનીને ચેન્નઈ સુપરકિંગ્સમાં લાવવાનો શ્રેય
Loading...

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સમાં લાવવાનો શ્રેય પણ વીબી ચંદ્રશેખરને જ જાય છે. હાલના સમયમાં ચંદ્રશેખર તમિલનાડુ પ્રીમિયર લીગના ઓફિશિયલ બ્રોડકાસ્ટરમા્ર એક્સપર્ટની ભૂમિકા નિભાવી રહ્યા હતા. 2008માં લીગની શરૂઆત સમયે તેઓ ચેન્નઇ સુપરકિંગ્સના પહેલા ઓફિશીયલ ડાયરેક્ટર હતા અને ત્યારના મોટાભાગના ખેલાડીઓને ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતા. તેઓએ ત્રણ વર્ષ સુધી ચેન્નઈ સુપરકિંગ્સ માટે કામ કર્યુ.આ પણ વાંચો, લદ્દાખમાં તિરંગો ફરકાવ્યા પછી સિયાચીન ગયો લેફ્ટિનેન્ટ કર્નલ ધોની

આ પણ વાંચો, નિવૃત્તિની જાહેરાતથી બીજી વખત ફરી ગયો ક્રિસ ગેલ, હવે કહી આ વાત

81 મેચોમાં 4999 રન

વીબી ચંદ્રશેખરે પોતાની કારકિર્દીમાં 81 ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને તેમાં 43.09ની શાનદાર સરેરાશથી 4999 રન કર્યા. તેમાં દસ સદી અને 23 અડધી સદી પણ સામેલ છે. તેમણે 1988માં ન્યૂઝીલેનડની વિરુદ્ધ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકીર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ બે વર્ષ બાદ તેઓએ હેમિલ્ટનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની છેલ્લી વનડે મેચ રમી. 57 વર્ષીય ચંદ્રશેખરે ગોવા માટે કેરળની વિરુદ્ધ નોટઆઉટ 237 રનની ઇનિંગ રમી હતી. તેમને ભારતના આક્રમક ઓપનર તરીકે ઓળખવામાં આવે છે. 1987માં રણજી ટ્રોફી જીતનારી તમિલનાડુ ટીમના સભ્ય હતા.

સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો, 31 વર્ષ સુધી કાયમ રહ્યો, પંતે કર્યો ધ્વસ્ત

વીબી ચંદ્રશેખર તે સમયે ખૂબ આક્રમક ક્રિકેટ રમવા માટે જાણીતા હતા. ત્યાં સુધી કે તેઓએ 1988-89ના રણજી સત્રમાં ક્રિસ શ્રીકાંતનો રેકોર્ડ તોડતાં માત્ર 56 બોલ પર સદી ફટકારીને સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, બાદમાં 2016માં રુષભ પંતે 48 બોલ પર સદી ફટકારી આ રેકોર્ડ તોડી દીધો હતો.

સિલેક્ટરથી કોમેન્ટેટર સુધી

વીબી ચંદ્રશેખર ટીમ ઈન્ડિયાના સિલેક્ટર પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ કોમેન્ટેટર તરીકે પણ ક્રિકેટના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને તમિલનાડુના કેપ્ટન એસ. બદ્રીનાથે કહ્યું કે હું થોડા દિવસ પહેલા જ તેમનો મળ્યો હતો. તેઓ સમગ્રપણી ઠીક દેખાઈ રહ્યા હતા. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ હવે આપણી વચ્ચે નથી.

આ પણ વાંચો, પીવી સિંધુએ વર્ષે 39 કરોડની કરી કમાણી, જાણો ટોપ મહિલા ખેલાડીઓ
First published: August 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...