આ પૂર્વ ક્રિકેટરે બનાવ્યો હતો ધોનીને T20 વર્લ્ડ ચેમ્પિયન, હવે વિદેશી ટીમને આપશે ટ્રેનિંગ

News18 Gujarati
Updated: May 18, 2018, 12:59 PM IST
આ પૂર્વ ક્રિકેટરે બનાવ્યો હતો ધોનીને T20 વર્લ્ડ ચેમ્પિયન, હવે વિદેશી ટીમને આપશે ટ્રેનિંગ

  • Share this:
જિમ્બાબ્વે ક્રિકેટ (જેડીસી)એ ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન લાલચંદ રાજપૂતને વચગાળાના મુખ્ય કોચ બનાવ્યા છે. બોર્ડે માર્ચમાં હિથ સ્ટ્રીકને ટીમના મુખ્ય કોચ પદથી હટાવી દીધા હતા. તે સાથે આખા સહયોગી સ્ટાફને પણ ઘરનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

જેડીસીના એક નિવેદનમાં કહ્યું, "રાજપૂત પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સાથે થનાર ત્રિકોણી ટી-20 સિરીઝથી પહેલા તાત્કાલિત પ્રભાવથી કામ સંભાળશે."

રાજપૂત 2007માં ટી-20 વિશ્વકપ જીતનાર ભારતીય ટીમના કોચ સ્ટાફમાં સામેલ હતા. તેઓ અફઘાનિસ્તાનના કોચ પણ રહી ચૂક્યા છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મુંહઈ ઈન્ડિયન્સનો પણ ભાર પણ સંભાળી ચૂક્યા છે. તેઓ ભરતની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA)ના પણ કોચ રહી ચૂક્યા છે. રાજપૂતનો પહેલો પડકાર હરારેમાં જુલાઈથી શરૂ થઈ રહી ત્રિકોણીય ટી-20 સિરીઝ છે.

લાલચંદ રાજપૂત


- લાલચંદ રાજપૂત પોતાની ક્રિકેટ કરિયરમાં માત્ર બે ટેસ્ટ ક્રિકેટ મેચ જ રમી શક્યા છે.
- પોતાની કારકિર્દીમાં માત્ર 4 વનડે આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમ્યા હતા તે પણ 1985થી 1987 સુધી- ક્રિકેટ કરિયરની સમાપ્તિ પછી તેમને ભારતીય ક્રિકેટ ટીમના મેનેજરના પદ પર પણ કાર્ય કર્યું છે.
- તે સાથે મુંબઈ ક્રિકેટ સહાયક વ્યવસ્થાપનનું કાર્ય પણ સંભાળ્યું છે.
- સપ્ટેમ્બર 2017ના દિવસે રણજી ટ્રોફી માટે અસમ ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
First published: May 18, 2018
વધુ વાંચો
अगली ख़बर