ઝહીર ખાને પાકિસ્તાન સામે વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ખામીઓ સૂચવી, ‘ભારતે ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કરવો જોઈતો હતો’

ઝહીર ખાને કહ્યું કે, ગેમ પહેલાં તમારી પાસે પ્લાન હોય છે, પણ એક વખત ગેમમાં આવી જાઓ પછી એ મુજબ વિચાર કરવો પડે છે. (ફોટો- AP)

Ind vs Pak વર્લ્ડ કપની મેચમાં પૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાને (Zaheer Khan) વિરાટ કોહલીના ગેમપ્લાનની મોટી ખામીઓ સૂચવી હતી.

 • Share this:
  ટી20 વિશ્વ કપ (ICC T20 World Cup 2021)માં પરંપરાગત હરીફ ટીમ સામેની પ્રથમ અને મહત્વની મેચ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ સહિત દર્શકોને જબરદસ્ત આંચકો લાગ્યો છે. રવિવારે દુબઈમાં રમાયેલી પાકિસ્તાન સામેની મેચ ભારતે 10 વિકેટથી ગુમાવી હતી. કોઈપણ ફોર્મેટની વર્લ્ડકપ મેચમાં ભારત સામે પાકિસ્તાનની આ પ્રથમ જીત હતી.

  પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) અને ઓપનિંગ પાર્ટનર મોહમ્મદ રિઝવાને (Mohammed Rizwan) 152 રનના સ્કોરનો પીછો કરવાનો શરૂ કર્યો, 18મી ઓવરમાં ટાર્ગેટ સુધી પહોંચીને અત્યાર સુધીની તેમની હારનો ક્રમ તોડી નાખ્યો અને ટી20 મેચમાં 10 વિકેટે પોતાની પ્રથમ જીત નોંધાવી.

  ક્રિકબઝ (Cricbuzz)પર મેચ બાદ પોતાનો મત જણાવતા પૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાને (Zaheer Khan) વિરાટ કોહલીના ગેમપ્લાનની મોટી ખામીઓ સૂચવી હતી. કોહલીએ ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શામીથી ગેમ અટેકની શરૂઆત કરી હતી, પણ ઝહીર ખાને કહ્યું કે કોહલીએ નવા બોલ સાથે જસપ્રીત બુમરાહને કામે લગાડવો જોઈતો હતો.

  ઝહીરે કહ્યું કે, ‘ગેમ પહેલાં તમારી પાસે પ્લાન હોય છે, પણ તમે એક વખત ગેમમાં આવી જાઓ તો પછી એ મુજબ વિચાર કરવો પડે છે અને તમે પ્લાન કરેલી કેટલીક વસ્તુઓ બદલવી પણ પડે છે. તમે બુમરાહનો ઉપયોગ અલગ રીતે કરી શક્યા હોત. ગેમ પૂરી થઈ ત્યાં સુધીમાં બુમરાહનો જોઈએ તેટલો ઉપયોગ થયો ન હતો.’

  બુમરાહને 18મી ઓવરમાં બોલિંગનું કહેવામાં આવ્યું હતું જ્યારે પાકિસ્તાનને હજુ પણ જીતવા માટે 17 રનની આવશ્યકતા હતી પણ છેલ્લી ઘડીએ કોહલીએ શામીને એ કામ સોંપ્યું, પણ એ નિર્ણય ઉંધો પડ્યો કેમકે જમણેરી ફાસ્ટ બોલરે 4 બોલમાં જ 17 રન આપી દીધા. બુમરાહે તેનો ક્વોટા પૂરો ન કર્યો અને ત્રણ ઓવરમાં 0 વિકેટ સાથે તેણે 22 રન આપ્યા.

  ઝહીર ખાને ઉમેર્યું કે, ‘તેમણે ત્રીજી ઓવરમાં બુમરાહના હાથમાં બોલ આપ્યો એના કરતાં શરૂઆતમાં જ ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે શરૂઆત કરી હોત તો પરિણામ કદાચ જુદું હોત.’

  ઝહીરે આગળ કહ્યું કે, ‘જોકે આ બધી વસ્તુઓ ગેમ પૂરી થઈ ગયા પછી સમજાય છે. એ સમયે તમે પોતે બનાવેલી વ્યૂહરચનાને જ વળગી રહો છો. મને વિશ્વાસ છે કે ઇનિંગ્સ બ્રેકમાં આ અંગે વિચારણા થઈ હશે પણ પછી નિર્ણય બદલી નાખવામાં આવ્યો. પરંતુ કોણે એવું ધાર્યું હશે કે બે ઓપનરો આવીને આખી મેચ પૂરી કરી નાખશે.’

  ઝહીર ખાને ભેજના પરિબળનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે તમને ખબર હોય કે ભેજને લીધે ગેમ પર અસર પડશે, ત્યારે તમારે બોર્ડ પર 20-25 રનનો એક્સ્ટ્રા સપોર્ટ રાખવો જ પડે છે. જોકે આજે એ કેસ ન હતો. આખી ગેમમાં તમે પાકિસ્તાન ટીમને કન્ટ્રોલમાં જોઈ હતી. તેમણે જીતવાનો ઈરાદો બતાવ્યો અને ભારત દર વખતની જેમ આ એક ચોક્કસ ગેમ જીતવા માગતું હતું જે દેખીતું છે.’
  Published by:Nirali Dave
  First published: