ઈરફાન પઠાણે વાંદરા તરફ ફેંક્યું કેળું, કેચ પકડવા જતાં થયું કંઈક આવું, જુઓ Viral Video

ઈરફાન પઠાણે વાંદરા તરફ ફેંક્યું કેળું, કેચ પકડવા જતાં થયું કંઈક આવું, જુઓ Viral Video
ઈરફાન પઠાણે વીડિયોની સાથે ક્રિકેટની જેમ કોમેન્રીsb પણ આપી. (તસવીર સૌજન્યઃ irfanpathan_official)

ઈરફાન પઠાણે ક્રિકેટની જેમ કોમેન્ટ્રી પણ આપી, પ્રશંસકોને ખૂબ પસંદ આવી રહ્યો છે વીડિયો

  • Share this:
    ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ (Irfan Pathan) સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ મજેદાર વીડીયો અને પોસ્ટ કરી લોકોને એન્ટરટેન કરતાં રહે છે. આ વખતે તેઓએ પોતાનો એક વીડિયો કોમેન્ટ્રી કરીને શૅર કર્યો છે. આ વીડિયોમાં ઈરફાન પઠાણ વાંદરાઓને કેળા ખવડાવી (Irfan Pathan Fed Banana To Monkey) રહ્યા છે. તેમની સાથે તેમનો દીકરો પણ છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

    વીડિયોમાં જોઈ શકાય છે કે ઈરફાન પઠાણ વાંદરા સામે કેળું ફેંકે છે. વાંદરું કેળાને કેચ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ કેચ છૂટી જાય છે. કેચ છૂટ્યા બાદ વાંદરું ત્યાંથી ભાગી જાય છે. ત્યાં બેઠેલું બીજું વાંદરું કેળાને ઉઠાવી લે છે. ઈરફાન પઠાણે આ સમગ્ર ઘટનાને કોમેન્ટ્રીમાં રજૂ કરી છે. તેઓ હિન્દીમાં કોમેન્ટ્રી આપવાની સ્ટ્રાઇલથી બોલી રહ્યા છે કે, ‘બલ્લેબાજ તૈયાર એક શૉટ લેકર. બલ્લે પર ગેંદ ઠીક સે નહીં આઈ. ફીલ્ડર ગેંદ કે નીચે. લેકિન ગલતી કર દી. નજરેં ગેંદ પર થી નહીં, ઇસકા ફાયદા અબ દૂસરા ફીલ્ડર ઉઠાએગા.’


    View this post on Instagram

    Everyone is gearing up for the IPL,literally everyone ;) 😂 #cricket #commentry #fun

    A post shared by Irfan Pathan (@irfanpathan_official) on



    આ પણ વાંચો, બે યુવતીઓએ મંદિરમાં કર્યા લગ્ન, પતિ-પત્નીની જેમ સાથે રહેવા મક્કમ

    આ વીડિયોને ઈરફાને 27 ઓગસ્ટની સાંજે શૅર કર્યો હતો, જેને અત્યાર સુધી 2.22 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથોસાથ હજરો લાઇક્સ પણ આવી ચૂકી છે. નોંધનીય છે કે, ઈરફાન પઠાણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂક્યા છે. પરંતુ તેમની ફેન્સ ફોલોઇંગ હજુ પણ છે.

    આ પણ વાંચો, જ્યારે આ બિલાડીને મળી હૉસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી

    હાલમાં જ ઈરફાન પઠાણે એક વીડિયો શૅર કર્યો હતો જેમાં તેમના પ્રશંસકો તેમના ઘરની સામે આવીને ઊભા થઈ ગયા હતા. કોરોનાના કારણે તેઓએ દૂરથી જ વાતચીત કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:August 28, 2020, 15:41 pm

    ટૉપ ન્યૂઝ