આ સ્ટાર ક્રિકેટરે કેમ ટ્વિટ કરી આલિયા ભટ્ટની ફોટો

News18 Gujarati
Updated: August 28, 2019, 5:50 PM IST
આ સ્ટાર ક્રિકેટરે કેમ ટ્વિટ કરી આલિયા ભટ્ટની ફોટો
આ સ્ટાર ક્રિકેટરે કેમ ટ્વિટ કરી આલિયા ભટ્ટની ફોટો

આ પછી સોશિયલ મીડિયા ઉપર આલિયાના પ્રશંસકો તેના બીજા GIF શેર કરવા લાગ્યા હતા

  • Share this:
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હર્ષલ ગિબ્સે સોશિયલ મીડિયા ઉપર બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની GIF શેર કરી છે. જોકે આ પછી ગિબ્સે સ્વિકાર કર્યો હતો કે તેને ખબર નથી કે આ યુવતી કોણ છે. ગિબ્સે એક ટ્વિટ પર યૂઝરને લાઇક કર્યું હતું અને તેના ઉપર આનંદ વ્યક્ત કરતા GIF શેર કર્યો હતો. આ પછી એક યૂઝરે ગિબ્સને પુછ્યું હતું કે શું તે આલિયાને જાણે છે. જેની ઉપર તેણે જવાબ આપ્યો હતો કે તે આ યુવતી (આલિયા)ને ઓળખતો નથી.

આ પછી આલિયાએ પણ તેનો જવાબ આવા જ અંદાજમાં આપ્યો હતો. તેણે એક GIF શેર કરી હતી. જેમાં તે ફોરનો ઇશારો કરી રહી છે. હર્ષલ ગિબ્સે આ વિશે કહ્યું હતું કે તે નથી જાણતો કે આલિયા એક અભિનેત્રી છે. સાથે તેણે GIFની પ્રશંસા કરી હતી.

આ પછી સોશિયલ મીડિયા ઉપર આલિયાના પ્રશંસકો તેના બીજા GIF શેર કરવા લાગ્યા હતા. ઘણા પ્રશંસકોએ તો રણબીર કપૂરને પણ ટેગ કર્યો હતો. ગિબ્સના આ ટ્વિટ પર એક યૂઝરે કહ્યું હતું કે ગિબ્સ ભારતીય ફોલોઅર્સને જોડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. 2010માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ગિબ્સના નામે વન-ડેમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે.
First published: August 28, 2019
વધુ વાંચો
अगली ख़बर