આ ક્રિકેટરના મોતની ઉડી અફવા, તેણે ટ્વિટ કરી કહ્યું- હું જીવતો છું, મજા કરી રહ્યો છું

News18 Gujarati
Updated: December 2, 2018, 12:15 PM IST
આ ક્રિકેટરના મોતની ઉડી અફવા, તેણે ટ્વિટ કરી કહ્યું- હું જીવતો છું, મજા કરી રહ્યો છું
આ ક્રિકેટરના મોતની ઉડી અફવા, તેણે ટ્વિટ કરી કહ્યું- હું જીવતો છું, મજા કરી રહ્યો છું

સોશિયલ મીડિયાના જમાનામાં આજકાલ અફવા ઉડવી સાવ મામુલી વાત થઈ ગઈ છે. લોકો સોર્સની સત્યતા તપાસ્યા વગર સમાચાર સાચા માની લે છે

  • Share this:
સોશિયલ મીડિયાના જમાનામાં આજકાલ અફવા ઉડવી સાવ મામુલી વાત થઈ ગઈ છે. લોકો સોર્સની સત્યતા તપાસ્યા વગર સમાચાર સાચા માની લે છે. આવી જ એક ઘટના ન્યૂઝીલેન્ડના ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમના મોટા ભાઈ નાથન મેક્કુલમને લઈ ઉડી હતી. સોશિયલ મીડિયામાં અફવા ઉડી હતી કે નાથન મેક્કુલમનું મોત થઈ ગયું છે. આ ખબર તરત જ સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ હતી. લોકોએ શ્રદ્ધાંજલિ આપવાનું પણ શરુ કરી દીધું હતું. આ અફવા પર નાથન મેક્કુલમની નજર પડી તો તેણે પોતે જ ટ્વિટ કરીને પોતે જીવતો હોવાની સાબિતી આપી હતી. તેણે પોતાના મિત્ર સાથે ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે તે જીવતો છે અને મજા માણી રહ્યો છે.

આ ફેક ખબરથી નાથનનો નાનો ભાઈ બ્રેન્ડન મેક્કુલમ ગુસ્સે ભરાયો હતો. ગુસ્સામાં બ્રેન્ડન મેક્કુલમે ટ્વિટ કર્યું હતું કે આજે રાત્રે કોઈએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે મારા ભાઈનું મોત થયું છે. હું તે સમયે ફ્લાઇટમાં હતો અને ન્યૂઝીલેન્ડ જઈ રહ્યો હતો. આ વાંચી મારુ દિલ તુટી ગયું હતું. આ જેણે પણ લખ્યું છે હું તેને ગમે તે સ્થાનેથી શોધી લાવીશ.
બ્રેન્ડન મેક્કુલમ હાલ ટી-10 લીગમાં રાજપૂત્સ માટે રમતો જોવા મળ્યો હતો. તેણે આ વખતે વધારે સફળ રહ્યો ન હતો. મેક્કુલમે 2016માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી તે દુનિયાભરની ટી-20 લીગોમાં રમી રહ્યો છે.

આ પણ વાંચો - સૈનિકોના સપોર્ટ માટે સેહવાગે કરી અપીલ, જાણો શું કહ્યું
First published: December 2, 2018
વધુ વાંચો
अगली ख़बर