ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરનું સિડનીમાંથી અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરનું સિડનીમાંથી અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરનું સિડનીમાંથી અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી (AP)

પૂર્વ લેગ સ્પિન બોલર ઓસ્ટ્રેલિયા તરફથી 1998થી 2008 વચ્ચે 44 ટેસ્ટ રમ્યો છે. જેમાં 208 વિકેટ ઝડપી છે

  • Share this:
    સિડની : ઓસ્ટ્રેલિયાની પોલીસે બુધવારે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટુઅર્ટ મેકગિલના (stuart macgill) અપહરણ કેસ સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. ઘટના ગત મહિનાની છે, જ્યા મેકગિલનું તેના ઘરેથી કથિત રીતે અપહરણ કરી લીધું હતું. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે અપહરણ થયેલા પીડિતની ઓળખ 50 વર્ષના મેકગિલના રૂપમાં કરી હતી. મેકગિલને તેના ઘરેથી એક વ્યક્તિએ અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

    આ પછી બે અન્ય લોકો આવ્યા હતા અને બળજબરીથી મેકગિલને કારમાં બેસાડીને લઇ ગયા હતા. કથિત રીતે પૂર્વ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ બોલરને દક્ષિણ પશ્ચિમમાં એક શહેરમાં લઇ ગયા હતા. આ પછી ઘણી વખત જગ્યા બદલી હતી. તેનો છુટકારો થયો તે પહેલા તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.



    આ પણ વાંચો - IPL 2021 Suspended: વિદેશી ખેલાડીઓ માટે મોટી મુશ્કેલી, ફ્લાઈટો બંધ ઘરે કેવી રીતે જશે?

    મીડિયા રિપોર્ટ પ્રમાણે મેકગિલના અપહરણ થવાની જાણકારી 20 એપ્રિલે અધિકારીઓને આપી હતી. આ પછી સિડનીમાં પોલીસે છાપો મારીને ચાર લોકોની ધરપકડ કરી હતી. જોકે ધરપકડ કરવામાં આવેલા લોકોના નામ હજુ સુધી બતાવવામાં આવ્યા નથી. આ ચારની ઉંમર અનુક્રમે 27, 29, 42 અને 46ની આસપાસ છે.

    મેકગિલ પૂર્વ લેગ સ્પિન બોલર છે. જે ઓસ્ટ્રેલિયા તરફથી 1998થી 2008 વચ્ચે 44 ટેસ્ટ રમ્યો છે. જેમાં 208 વિકેટ ઝડપી છે. મેકગિલે 1998માં દક્ષિણ આફ્રિકા સામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે 2008માં વેસ્ટ ઇન્ડીઝ સામે અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. મેકગિલની કારકિર્દી દુર્ભાગ્યથી શેન વોર્નના કારણે પ્રભાવિત રહી, જે તે સમયેનો સર્વશ્રેષ્ઠ સ્પિન બોલર હતો.
    Published by:Ashish Goyal
    First published:May 05, 2021, 15:27 pm