પોતાની જ જાળમાં ફસાઈ ના જાય ટીમ ઈન્ડિયા, અફઘાન સામે રહેવું પડશે સજાગ

News18 Gujarati
Updated: June 7, 2018, 3:43 PM IST
પોતાની જ જાળમાં ફસાઈ ના જાય ટીમ ઈન્ડિયા, અફઘાન સામે રહેવું પડશે સજાગ

  • Share this:
ફિરકી બોલિંગ શરૂઆતથી જ ભારતની તાકાત માનવામાં આવી છે. ભારતના પ્રવાસે આવનાર વિદેશી ટીમ ભારતીય સ્પિનર્સ અને તેમના માટે બનેલ ખાસ વિકેટને(પિચ) લઈને સતર્ક રહે છે. પરંતુ 14 જૂને ભારતીય ટીમ બેંગ્લોરમાં જે અફઘાનિસ્તાનની ટીમનો સામનો કરવા ઉતરશે, તેમાં ખતરનાક ફિરકી બોલર્સની ભરમાર છે. અફઘાનિસ્તાનના પૂર્વ કોચે તો ચેતવણી પણ આપી દીધી છે કે, બીસીસીઆી સ્પિન ફ્રેન્ડલી વિકેટ બનાવશે તો તેમનો આ દાવ ટીમ ઈન્ડિયા પર ભારે પડી જશે.

સમાચાર પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર 2016-17માં અફઘાનિસ્તાનના કોચ રહેલ લાલ ચંદ રાજપૂતનું કહેવું છે કે, જો ભારતે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સ્પિન ટ્રેક આપ્યો તો પછી અફઘાનિસ્તાનના ફિરકી બોલર ભારત વિરૂદ્ધ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. જોકે, ભારતીય ટીમમાં આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કૂલદીપ યાદવ જેવા બોલર્સ રહેલા છે, પરંતુ મહેમાન ટીમે ફિરકી બોલિંગમાં હાલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

અફઘાનિસ્તાનના ફેમશ ફિરકી બોલર રાશિદ ખાને આઈપીએલમાં કાળો કેર વર્તાવ્યા બાદ બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં તરખાટ મચાવ્યો છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ બે મેચમાં રાશિદ ખાને માત્ર 25 રન આપીને સાત વિકેટ ઝડપી હતી.

આનાથી પહેલા રાશિદે આઈપીએલ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે 21.80ની શાનદાર એવરેજથી 21 વિકેટ મેળવીને પોતાની ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

રાશિદ ખાન ઉપરાંત મુઝીબ ઉર રહેમાન અને મોહમ્મદ નબી પણ પોતાની ફિરકી બોલિંગથી ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં નાંખી શકે છે. રાજપૂત અનુસાર ભારતે આ મુકાબલામાં અફઘાનિસ્તાન માટે સીમિંગ ટ્રેક આપવું જોઈએ નહી તો અફઘાનિસ્તાનની ટીમ પોતાની ઐતિહાસિક પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મુશ્કેલીમાં નાંખી શકે છે.

અફઘાનિસ્તાનની ફિરકી બોલરોએ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 સિરીઝમાં બે મેચો જીતીને સિરીઝ પર કબ્જો જમાવી લીધો છે. હવે બાંગ્લાદેશની ટીમ પોતાની લાજ બચાવવા માટે ત્રીજી મેચ જીતવાની કોશિશ કરશે.
First published: June 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...