Home /News /sport /FIFA World Cup 2022: ફીફા વર્લ્ડ કપ બાદ કતારમાં પ્રવાસી શ્રમિકોનું શું થશે?
FIFA World Cup 2022: ફીફા વર્લ્ડ કપ બાદ કતારમાં પ્રવાસી શ્રમિકોનું શું થશે?
fifa world cup
કતારના લુસેલ સ્ટેડિયમમાં ફીફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલાં આ સ્ટેડિયમ બનાવનાર મજૂરોનો ફોટો દીવાલ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. આ ફોટોમાં 88,000 લોકોમાંથી કેટલાક લોકો દક્ષિણ એશિયાના હતા.
ફીફા વર્લ્ડકપમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને હરાવીને ખિતાબ જીતી લીધો છે. આર્જેન્ટિનાએ આ વર્લ્ડ કપનો ખિતાબ જીતતા રશિદે સાઉથ એશિયન વર્કર્સ સાથે જીતની ઊજવણી કરી છે. રવિવારે આંતરરાષ્ટ્રીય માઈગ્રન્ટસ દિવસ (International Migrants Day) પણ હતો.
કતારની રાજધાની દોહાના કેન્દ્રીય બજાર સુક વક્ફમાં પણ મેસ્સી, મેસ્સી, મેસ્સીના નામની ગૂંજ સંભળાઈ રહી હતી. સમગ્ર વિશ્વમાં લિયોનેલ મેસ્સીના ફેન્સે તેમને ચીઅર અપ કર્યા હતા.
રશિદ જણાવે છે કે, સૌથી પહેલા અમને ફેક ફેન્સ ગણવામાં આવતા હતા, જેથી લોકો અમારી હાંસી ઉડાવતા હતા. હવે તેઓ અમારો સ્વીકાર કરવા લાગ્યા છે. કતારના અધિકારીઓ દ્વારા કાર્યવાહી થવાના ડરને કારણે રશિદે પોતાનું આખું નામ જણાવ્યું ન હતું.
ફીફા વર્લ્ડકપના સ્ટેડિયમમાં ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકાના લોકોની ભીડ ઉમટી પડી હતી. આ વર્લ્ડ કપની ટિકીટ ખરીદવામાં ભારત પણ ટોપ દેશોમાંથી એક રહ્યું છે.
કતારના લુસેલ સ્ટેડિયમમાં ફીફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલાં આ સ્ટેડિયમ બનાવનાર મજૂરોનો ફોટો દીવાલ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. આ ફોટોમાં 88,000 લોકોમાંથી કેટલાક લોકો દક્ષિણ એશિયાના હતા.
ભારતીય રાજ્ય કેરળના શકીફ જણાવે છે કે, અમે ક્યારેક જ બહાર આવીને આ પ્રકારે ઊજવણી કરી શકીએ છીએ. સામાન્ય રીતે અમે તમામ લોકો વર્કર ઝોનમાં રહીએ છીએ. વર્લ્ડ કપ બાદ શું થશે, તે અંગે અમે વિચારતા રહીએ છીએ.
કતારમાં શ્રમ અધિકાર હંમેશા એક મહત્ત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે. 12 વર્ષ પહેલાં કતારને વર્લ્ડ કપથી સમ્માનિત કરવામાં આવ્યું હતું.
આ અંગે અધિકાર સમૂહ જણાવે છે કે, કતારના મેગા પ્રોજેક્ટમાં મૃતકોની સંખ્યા ઓછી દર્શાવવામાં આવી છે. પ્રવાસીઓએ જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તે પરિસ્થિતિની ખૂબ જ ટીકા કરવામાં આવી છે. કતારમાં 2.9 મિલિયનની વસ્તીમાં 80થી ટકાથી વધુ વસ્તી પ્રવાસી નાગરિકોની છે.
ખાડી રાજ્યના કેટલાક નજીકના સહયોગીઓએ જણાવ્યું છે કે, હાલમાં જે સુધારો જોવા મળી રહ્યો છે, તે આ પ્રકારે જ યથાવત રહેશે.
ફીફા વર્લ્ડ કપ ફાઈનલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રતિનિધિમંડળનું નેતૃત્ત્વ કરનાર અમેરિકી રાજદૂત લિંડા થોમ ગ્રીનફિલ્ડે રવિવારના રોજ કતારના વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શ્રમિકોના અધિકાર તથા અન્ય મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
અમેરિકાના રાજદૂત ગ્રીનફિલ્ડે US-કતારની રણનૈતિક સમજૂતી પર વધુ ભાર મુક્યો હતો. ઉપરાંત વર્લ્ડ કપ સિવાય શ્રમ સુધારાઓ અને માનવ અધિકાર પ્રત્યે કતારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે કતારને પ્રોત્સાહિત પણ કર્યું હતું.
કતારમાં ચાલી રહેલ વર્લ્ડ કપ દરમિયાન અન્ય દેશોના મંત્રીઓએ પણ કતારની મુલાકાત લીધી હતી. આ તમામ મંત્રીઓએ પણ આ અંગે જ ચર્ચા-વિચારણા કરી હતી.
કતારમાં મહિલાઓએ અને LGBTQ સમુદાય પર અનેક શરતોનું પ્રેશર પણ નાંખવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં આ અંગે થોડા ફેરફાર જોવા મળી રહ્યા છે.
જણાવવામાં આવ્યું છે કે, એક ન્યૂનતમ મજૂરી, કઠોર શ્રમ રેગ્યુલેશન સિસ્ટમને પૂર્ણ કરવા માટે કામના સમયમાં ઘટાડો કરવામાં કતાર અગ્રણી દેશ બની ગયો છે. શ્રમ મંત્રી અલી બિન સમિખ અલ મેરિજે આ અંગે જણાવ્યું છે કે, કતારમાં આ પ્રકારના સુધારા હંમેશા થતા રહેશે. કતારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મૃત્યુ પામેલ શ્રમિકોને વળતર આપવા માટે અધિકાર સમૂહોએ વિશેષ ફંડની માંગણી કરી છે.
કતારની સરકાર આ અંગે જણાવે છે કે, આ મામલે $350 મિલિયનની ચૂકવણી કરવામાં આવી છે. જે પણ લોકો ઈજાગ્રસ્ત થયા છે અથવા મૃત્યુ પામ્યા છે તેમને પણ વળતર આપવામાં આવશે.
ફીફાએ આ અંગે વાયદો કર્યો છે, તે આ વર્લ્ડ કપ માટે ટૂંક સમયમાં લેગસી ફંડ વિશે જાણકારી આપશે. આ ફંડથી અન્ય દેશોમાં કામ કરનાર લોકોને મદદ કરવામાં આવશે. રશિયામાં વર્ષ 2018માં વર્લ્ડ કપ બાદ એક વિશેષ ફંડ માટે $100 મિલિયન એકત્રિત કરવામાં આવ્યા હતા.
પ્રવાસીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર દિવસ માટે કોઈ અધિકૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નહોતું. આ કારણોસર અધિકાર સમૂહોમાં કતારના નિવેદન અંગે આશંકા જોવા મળી રહી છે.
હ્યુમન રાઈટ્સ વોચના મિંકી વર્ડેને આ અંગે નિવેદન આપ્યું છે. તેઓ જણાવે છે કે, કતારમાં થનાર આ વર્લ્ડ કપ વાસ્તવિક રીતે ખોટા કારણોસર યાદ કરવામાં આવશે. કતારમાં યોજાયેલ ફીફા વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ખર્ચો કરવામાં આવ્યો છે અને સૌથી સારું આયોજન કરવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર