... તો શું એશિયા ગેમ્સ પછી રમત મંત્રાલય વિદેશી કોચોને કરી દેશે આઉટ!

News18 Gujarati
Updated: May 19, 2018, 3:25 PM IST
... તો શું એશિયા ગેમ્સ પછી રમત મંત્રાલય વિદેશી કોચોને કરી દેશે આઉટ!

  • Share this:
ભારતમાં એથલીટ્સ અને ટ્રેનિગ અને કોચિંગનો ખર્ચ ઉઠાવનાર રમત મંત્રાલય હવે વિદેશી કોચોને લઈને કડક વલણ અપનાવવાના મૂડમાં આવી ગયો છે. ભારતીય એથલીટ્સથી જોડાયેલ તમામ વિદેશી કોચોનો કરાર ભલે 2020ના ટોક્યો ઓલિમ્પક સુધી હોય પરંતુ આ વર્ષે થનાર એશિયા ગેમ્સમાં આ કોચો સાથે જોડાયેલ એથલીટ્સના પ્રદર્શનમાં સુધાર જોવા મળશે નહી તો તેમને ઘરનો રસ્તો બતાડી દેવામાં આવશે.

સમાચાર પત્ર ધ ટ્રિબ્યૂનમાં છપાયેલ એક સમાચાર અનુસાર સ્પોર્ટસ ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા અને રમત મંત્રાલયે બધા નેશનલ સ્પોર્ટસ ફેડરેશન્સને આની જાણકારી આપી દીધી છે, કે તમામ વિદેશી કોચોના પ્રદર્શન પર નજર રાખવામાં આવશે. પ્રદર્શનના મૂલ્યાંકનની શરત દરેક વિદેશી કોચના કરારમાં સામેલ હોય છે પરંતુ આનો ઉપયોગ ઘણી ઓછી જગ્યાએ કરવામાં આવ્યો છે. જોકે, હાલમાં અધિકારી કોચોના કામનું મૂલ્યાંકન કરવા માટે સખ્ત થઈ ગયા છે.

સમાચાર અનુસાર એક અધિકારીનું કહેવું છે કે, "હવે તે દિવસો ચાલ્યા ગયા જ્યારે વિદેશી કોચ વર્ષો સુધી પોતાના કરાર પૂરા કરતાં રહેતા હતા, તેમને જનતાના પૈસામાંથી પગાર આપવામાં આવે છે તો તેમને પોતાની જવાબદારી પણ પૂરી કરવી જોઈએ."

એથલેટિક્સ ફેડરેશનના સેક્રેટરી એકે વોલ્સનનું કહેવું છે કે, પેડરેશનમાં જોડાયેલ કોચોનું એશિયન ગેમ્સ પછી મૂલ્યાંકન કરવામાં આવશે. જે કોચ સારા પરિણામ આપશે તે રોકાશે અને જેમના પરિણામ ખરાબ હશે તેમને તેનું કારણ આપવું પડશે અને કારણ સંતોષજનક નહી હોય તો તેમને જવું પડશે.
First published: May 19, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading