Home /News /sport /19 વર્ષના બેટ્સમેને પોતાની બેટિંગથી મેદાનમાં કહેર વરસાવ્યો, એક જ વન-ડેમાં 2 વખત વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો

19 વર્ષના બેટ્સમેને પોતાની બેટિંગથી મેદાનમાં કહેર વરસાવ્યો, એક જ વન-ડેમાં 2 વખત વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો

જ્યારે એક જ વનડેમાં બે વખત 400થી વધુ રન બનાવ્યા હતા. હર્ષલ ગિબ્સનું આવ્યું વાવાઝોડું. (Herschelle gibbs instagram)

Highest ODI Score: બ્રેવિસે આ મેચમાં ન માત્ર રેકોર્ડ બનાવ્યો પરંતુ બંને ટીમો માટે ટી-20માં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ મેચમાં કુલ 501 રન બન્યા હતા. કુલ 33 ફોર અને 36 સિક્સર ફટકારી હતી.

ટી-20 ક્રિકેટનો અર્થ છે બેટ્સમેનોને પહેલા જ બોલ પર ગોળીબાર કરવાનું ખુલ્લું લાયસન્સ. આનો ફાયદો ઉઠાવીને 19 વર્ષના બેટ્સમેને પોતાની બેટિંગથી હંગામો મચાવ્યો હતો. આ બેટ્સમેનનું નામ ડેવાલ્ડ બ્રેવિસ છે, જે આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકામાં CSA ટી-20 ચેલેન્જ ટૂર્નામેન્ટમાં 57 બોલમાં 162 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 13 સિક્સર અને એટલા જ ચોગ્ગા ફટકાર્યા હતા. ટાઇટન્સ ટીમ તરફથી રમતા બ્રેવિસે માત્ર 52 બોલમાં પોતાના 150 રન પૂરા કર્યા હતા. ટી-20માં બેટ્સમેન દ્વારા આ સૌથી ઝડપી 150 રન છે. આ પહેલા RCB તરફથી રમતા ક્રિસ ગેલે IPL મેચમાં 53 બોલમાં 150 રન બનાવ્યા હતા.

બ્રેવિસે આ મેચમાં ન માત્ર રેકોર્ડ બનાવ્યો પરંતુ બંને ટીમો માટે ટી-20માં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ મેચમાં કુલ 501 રન બન્યા હતા. કુલ 33 ફોર અને 36 સિક્સર ફટકારી હતી. આ મેચ વિશે વાંચ્યા અને જાણ્યા પછી કોઈપણ ક્રિકેટ ચાહકોના મનમાં ચોક્કસપણે પ્રશ્ન થશે કે વન-ડેનો સૌથી મોટો સ્કોર શું છે? ODIમાં સૌથી વધુ રન ક્યારે બન્યા છે અને કઈ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી?

આ માટે કદાચ જ કોઇ ક્રિકેટ ફેન્સને પોતાના મગજ પર જોર આપવાનું રહેશે નહીં. કારણ કે 12 માર્ચ 2006માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જ્હોનિસબર્ગમાં રમાયેલ વન-ડે મેચ કદાચ જ કોઇ ભૂલ્યુ હશે. કારણ કે આ વન-ડેની પ્રથમ જ મેચ હશે, જેમા કોઇ ટીમે પ્રથમવાર 400 રનનો આંકડો પાર કર્યો હશે. આવું કરનાર ટીમ ઓસ્ટ્રેલિયા હતી.



જ્યારે પહેલીવાર વન-ડેમાં 400થી વધુ રન બનાવ્યા હતા

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 434 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન રિકી પોન્ટિંગે 105 બોલમાં સૌથી વધુ 164 રનની ઇનિંગ રમી હતી. તેણે 13 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. એન્ડ્રુ સાયમન્ડ્સ (27) અને બ્રેટ લી (9)ને છોડીને, તે દિવસે ઓસ્ટ્રેલિયા તરફથી રમનારા તમામ બેટ્સમેનોએ 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં કુલ 14 છગ્ગા અને 43 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: NRI વૃદ્ધનું ઘર પચાવી પાડનાર ભાણેજને પોલીસ કમિશનર અજય તોમરે ભણાવ્યો પાઠ

દક્ષિણ આફ્રિકાએ રેકોર્ડ ટાર્ગેટનો પીછો કરી જીત મેળવી હતી

434 રનનો પહાડ જેવો સ્કોર જોયા પછી ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ લક્ષ્ય પણ હાંસલ કરી શકાશે, પરંતુ ઈતિહાસ બદલાવાનો હતો અને તે થયું. દક્ષિણ આફ્રિકાએ ધમાકેદાર શરૂઆત કરી 9 વિકેટના નુકસાને 438 રન બનાવ્યા અને 1 બોલ સાથે 1 વિકેટે મેચ જીતી લીધી. દક્ષિણ આફ્રિકા માટે 111 બોલમાં 175 રનની તોફાની ઇનિંગ રમી હતી. બે બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સમાં કુલ 44 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં બંને દાવમાં 8.73ના રન રેટથી 99.5 ઓવરમાં કુલ 872 રન બનાવ્યા હતા. આ રેકોર્ડ 16 વર્ષ પછી પણ અકબંધ છે.

આ પછી 2009માં વન-ડેમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. ત્યારબાદ રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં બંને દાવમાં કુલ 8.25 રન રેટ સાથે કુલ 825 રન બનાવ્યા હતા.
First published:

Tags: Cricket Fight, Cricket News in Gujarati, Cricket Score, T20 cricket