નવી દિલ્હી : વિશ્વના સૌથી ધનિક ફૂટબોલરો (Rich footballer)માંથી એક લિયોનલ મેસ્સી (Lionel Messi)નું ઘર ચોરોએ સાફ કર્યું. જેવો મેસ્સી તેની ક્લબ PSG માટે ચેમ્પિયન્સ લીગ મેચ રમી પરત ફર્યો, ત્યારે કથિત ચોરોએ તેના હોટલના રૂમમાં ઘૂસી ગયો અને તેના રૂમમાં રાખેલા દાગીના અને રોકડ લૂંટી (Theft) લીધી. નોંધાયેલી ઘટના તેના ફાઇવ સ્ટાર રૂમમાં બની હતી જ્યાં તે તેની પત્ની અને 3 બાળકો સાથે પેરિસમાં રહે છે.
ધ સનના એક અહેવાલ મુજબ, દાગીનાની કિંમત હજારો પાઉન્ડ હતી અને ચોરોની ટોળકી હોટલની છત પરથી મેસીના રૂમમાં ઘૂસી ગઈ હતી. મેસ્સી હાલમાં પેરિસની એક લક્ઝુરિયસ હોટલમાં રોકાયો છે. એક અહેવાલ મુજબ, તે હોટલમાં 4 રૂમવાળા રોયલ સ્યુટ માટે પ્રતિ રાત્રિ આશરે $ 23,000 (લગભગ 17 લાખ) ચૂકવી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, મેસ્ટી ઓગસ્ટમાં બાર્સેલોનાથી PSGમાં જોડાયો હતો અને હજુ સુધી પેરિસમાં તેના ઘરની મુલાકાત લીધી નથી. તેના ચોરાયેલા સામાનની કિંમત આશરે 40 લાખ રૂપિયા છે. એવું કહેવામાં આવ્યું છે કે, ચોર આશરે $ 40,000 (આશરે 29 લાખ રૂપિયા)ના દાગીના અને 15 હજાર ડોલરની રોકડ લઈ ગયા. હોટલની સાથે સાથે સ્થાનિક પોલીસે પણ કહ્યું છે કે, તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. ઓગસ્ટમાં, 34 વર્ષીય મેસ્સી, તેની પત્ની એન્ટોનેલા રોકુઝો અને તેમના ત્રણ બાળકોની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર