નવી દિલ્હી : હેડ ઓફ ગોડ નામથી પ્રખ્યાત અને આર્જેન્ટિનાને વર્લ્ડ કપ જીતાડનાર મહાન ફૂટબોલર ડિએગો મારોડોનાનું નિધન (Diego Maradona Dead)થયું છે. તે 60 વર્ષના હતા. તેમના નિધનની જાણકારી આર્જેન્ટિના ફૂટબોલ એસોસિયેશને આપી છે.
ડિએગો મારાડોનાનું 60 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન થયું છે. બે સપ્તાહ પહેલાં જ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે તેઓને બ્રેન સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આર્જેન્ટિના તરફથી રમતા મારાડોના પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 91 મેચ રમ્યાં છે, જેમાં તેઓએ 34 ગોલ કર્યા. તેઓએ 4 FIFA વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમ્યાં, જેમાં 1986નો વિશ્વ કપ પણ સામેલ હતો. 1986 વર્લ્ડ કપમાં તે આર્જેન્ટિનાના કેપ્ટન પણ હતા. તેઓ ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયા હતા. તેઓએ ગોલ્ડન બોલ એવોર્ડ પણ જીત્યો હતો.
આ પણ વાંચો - 34 સરકારી સ્કૂલોમાં પાણી અને સેનિટેશનની સુવિધા બનાવીને 34મો જન્મ દિવસ મનાવશે સુરેશ રૈના

હેડ ઓફ ગોડથી પ્રખ્યાત
હેડ ઓફ ગોડથી પ્રખ્યાત
1986ના વર્લ્ડ કપમાં મારાડોનાએ હાથ વડે ગોલ કરીને આર્જેન્ટિનાને ઇંગ્લેન્ડ સામે જીત અપાવી હતી. આ ગોલ થકી ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી એલિમિનેટ થઈ ગયું હતું. હકીકતમાં રેફરી જુવે કે ખેલાડીએ હાથનો ઉપયોગ કર્યો છે તો તે ખેલાડીને યલો-કાર્ડ મળે છે અને ગોલ ગણાતો નથી. પરંતુ મારાડોના એવી પોઝિશનમાં હતા કે આ ગોલ સંભવ નહોતો.
Published by:Ashish Goyal
First published:November 25, 2020, 22:40 pm