Home /News /sport /સુનિલ છેત્રીની ભાવુક અપીલ પછી ભારત-કેન્યા મેચની વેચાઇ બધી ટિકિટો

સુનિલ છેત્રીની ભાવુક અપીલ પછી ભારત-કેન્યા મેચની વેચાઇ બધી ટિકિટો

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ પ્રશંસકોને ભાવુક અપીલ કરી હતી. ત્યારબાદ ઇન્ટરકોન્ટિનેંટલ કપમાં ભારત અને કેન્યા વચ્ચે થનારી મેચની બધી ટિકિટો વેચાઇ હતી.

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ પ્રશંસકોને ભાવુક અપીલ કરી હતી. ત્યારબાદ ઇન્ટરકોન્ટિનેંટલ કપમાં ભારત અને કેન્યા વચ્ચે થનારી મેચની બધી ટિકિટો વેચાઇ હતી.

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ પ્રશંસકોને ભાવુક અપીલ કરી હતી. ત્યારબાદ ઇન્ટરકોન્ટિનેંટલ કપમાં ભારત અને કેન્યા વચ્ચે થનારી મેચની બધી ટિકિટો વેચાઇ હતી. મુંબઇ ફૂટબોલ એરીનમાં ટૂર્નામેન્ટ પહેલા મેચમાં ચીની તાઇપેને 5-0થી હરાવ્યા પછી ભારતીય કેપ્ટને પ્રશંસકોને સોશિયલ મીડિયા ઉપર સ્ટેડિયમમાં આવીને ટીમને પોતાનું સમર્થન આપવાની અપીલ કરી હતી.

સોશિયલ મીડિયા ઉપર વીડિયો પોસ્ટ કરીને છેત્રીએ કહ્યું હતું કે, જેમને ભારતીય ફૂટબોલથી અપેક્ષાઓ નષ્ટ થઇ ગઇ છે અને કોઇ આશા રહી નથી એવા લોકોને સ્ટેડિયમમાં આવવાનો આગ્રહ કરીએ છીએ. ઇન્ટરનેટ ઉપર મજાક ઉડાવવી કે ટિપ્પણી કરવી એ વધારે મજેદાર નથી. સ્ટેડિયમમાં આવીને અમારા ઉપર બુમો પાડો.



સુનિલ છેત્રીની ભાવુક અપીલ બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ લોકોને ભારતીય ફૂટબોલ ટીમને સમર્થન આપવાની અપીલ કરી હતી. આ ઉપરાંત ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડૂલકરે પણ લોકોને સ્ટેડિયમમાં આવીને ટીમને સપોર્ટ કરવાનો આગ્રહ કર્યો હતો.



ઉલ્લેખનીય છે કે, કેન્યા સામે છેત્રી ભારતની જર્સીમાં પોતાની 100મી મેચ રમશે. તેઓ ભારત માટે 100 મેચ રમનારા બીજા ફૂટબોલ ખેલાડી છે. છેત્રી પહેલા પૂર્વ કેપ્ટન બોઇચુંગ ભૂટિયાએ પોતાના દેશ માટે 100 મેચ રમ્યા હતા.

First published:

Tags: Football-match, Tickets, ફુટબોલ