Fifa 2018: ચેમ્પિયન જર્મનીને લાગ્યો મોટો ફટકો, મેક્સિકોએ 1-0થી આપી માત

News18 Gujarati
Updated: June 18, 2018, 2:17 PM IST
Fifa 2018: ચેમ્પિયન જર્મનીને લાગ્યો મોટો ફટકો, મેક્સિકોએ 1-0થી આપી માત
ફાઇલ તસવીર

ઇર્વિગ લોઝાનોના એક માત્ર ગોલની મદદથી મેક્સિકોએ ફિફા વર્લ્ડ કપમાં ગ્રુપ એફની રોમાંચક મુકાબલામાં રવિવારે જીત મેળવી હતી. મેક્સિકોએ અત્યારની ચેમ્પિયન જર્મનીને 1-0થી માત આપી હતી.

  • Share this:
ઇર્વિગ લોઝાનોના એક માત્ર ગોલની મદદથી મેક્સિકોએ ફિફા વર્લ્ડ કપમાં ગ્રુપ એફની રોમાંચક મુકાબલામાં રવિવારે જીત મેળવી હતી. મેક્સિકોએ અત્યારની ચેમ્પિયન જર્મનીને 1-0થી માત આપી હતી. 1985 પછી મેક્સિકોએ જર્મની વિરૂદ્ધ પહેલી જીત નોંધાવી છે.

લૂજ્નિકી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મેક્સિકોએ ઝડપી શરૂઆત કરી અને બીજી મિનિટે કોર્નરમાં ગોલ કર્યો હતો. ગત વિશ્વકપમાં ગોલ્ડન ગ્લવ એવોર્ડ જીતનારા ગોલકિપર મૈનુઅલ નાયરને વિપક્ષી ટીમને શરૂઆતથી આગળ વધવા ન દીધી. અને બીજી જ મિનિટે જર્મનીએ આક્રમણ કર્યું હતું.

જર્મનીના ડિફેન્ડર જોશુઆ કિમિચે બોક્સની અંદર જમણી બાજુ ઉપર ઊભેલા ટ્રાઇકર ટિમો વોર્નરને પાસ કર્યો પરંતુ તેઓ ગોલ ન કરી શક્યા. જોકે, બંને ટીમોએ પોતાની આક્રમક શૈલીમાં કોઇ જ પ્રકારનો ફરફાર કર્યો નથી. 9મી મિનિટમાં મેક્સિકોને ફ્રિ-કિક મળી. પરંતુ મિગુએલ લેઉન પોતાની ટીમને શરૂઆતથી આગળ ન વધારી શક્યા.

એક ગોલથી પાછળ રહ્યા બાદ જર્મનીને 39મી મિનિટમાં ફ્રિ-કિક મળી. સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડથી રમનારા મિડફિલ્ડર ટોની ક્રૂસ બોક્સની બહાર કિક લગાવી હતી. જેના પર મેક્સિકોના ગોલકિપર ગ્વીલેર્મો ઓચોઆએ પોતાની ડાબી બાજુ કૂદીને શાનદાર બચાવ કર્યો હતો.

મેક્સિકોએ બીજા હાફમાં પણ સકારાત્મક શરૂઆત કરી હતી અને ટીમને 57મી મિટનમાં કા્ટ અટેક ઉપર ગોલ કરવાની તક મળી હતી. પરંતુ કાર્લોસ વેલા બોક્સની અંદર ગોલ ન કરી શક્યા. ત્યાબાદ જર્મનીએ બરોબરીનો ગોલ કરવા માટે પ્રયત્નો વધારી દીધા હતા. 65મી મિનિટમાં ડિફેન્ડર જેરોમ બોઆટેંગે જમણી બાજુથી પાસ કર્યો પરંતુ કિમિચે બાઇસાઇકલ કિક લગાવી અને બોલ ગોલપોસ્ટની ઉપરથી જતી રહી.

મેચની છેલ્લી ક્ષણોમાં જર્મનીએ બરોબરીનો ગોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઓચોઆએ શાનદાર બચાવે મેક્સિકોને ત્રણ પોઇન્ટ અપાવ્યા. જર્મની ગ્રૂપ એફના પોતાની બીજી મેચમાં શનિવારે સ્વિડન સાથે ટકરાશે. જ્યારે મેક્સિકોનો સામનો દક્ષિણ કોરિયા સાથે થશે.
First published: June 18, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com