Home /News /sport /FIFA World Cup 2022: મોરોક્કોએ કર્યો વર્લ્ડ કપમાં સૌથી મોટો અપસેટ, નંબર બેની રેન્ક ટીમ બેલ્જિયમને હરાવ્યું
FIFA World Cup 2022: મોરોક્કોએ કર્યો વર્લ્ડ કપમાં સૌથી મોટો અપસેટ, નંબર બેની રેન્ક ટીમ બેલ્જિયમને હરાવ્યું
વર્લ્ડ કપમાં સૌથી મોટો અપસેટ
FIFA World Cup 2022: મોરોક્કન ટીમનો વર્લ્ડ કપના ઈતિહાસમાં આ માત્ર ત્રીજો વિજય છે. વર્ષ 1986માં પોર્ટુગલને 3-1થી હરાવીને તેણે વર્લ્ડ કપમાં પ્રથમ વિજય મેળવ્યો હતો. 1998માં સ્કોટલેન્ડને મોરોક્કોએ 3-0થી હરાવી બીજી જીત મેળવી હતી.
દિલ્હી: કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપમાં રવિવારે એક મોટો અપસેટ જોવા મળ્યો છે. ફિફા રેંકિંગમાં 22માં નંબરની કાબિજ મોરેક્કોએ બીજા નંબરના રેંકની ટીમ બેલ્જિયમને હરાવી જીત પોતાના નામે કરી છે. આ મેચ દરમિયાન બે જ ગોલ થયા હતા અને એ બેન્ને ગોલ મોરેક્કો દ્વારા કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે, બેલ્જિયમની ટીમ દુનિયાની બીજા નંબરની ટીમ છે. અને તેમની ટીમે એક પણ ગોલ કર્યો નથી.
અત્યાર સુધીનો સૌથી મોટો અપસેટ
બેલ્જિયમની ટીમે જે બીજા નંબરની રેંકિંગ ટીમ છે અને ઈડન હેઝાર્ડ, થોર્ગન હેઝાર્ડ, કેવિન ડી બ્રુયન જેવા સ્ટાર ખેલાડીઓ ટીમમાં છે, તેને રવિવારે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી મેચમાં પણ બેલ્જિયમની ટીમને કેનેડા સામે ભારે મુશ્કેલ બાદ જીત મળી હતી. 1-0થી જીત મેળવનારી ટીમને મોરોક્કોએ હરાવીને ટૂર્નામેન્ટનો ત્રીજો અને અત્યાર સુધીનો સૌથી મોટો અપસેટ કર્યા છે.
રમતના પ્રથમ હાફમાં કોઈ ગોલ થયો નહોતો, પરંતુ બીજા હાફમાં મોરોક્કોની ટીમે શાનદાર રમત રમી બતાવી હતી. ટીમ માટે 73મી મિનિટે અબ્દેલહામિદ સાબિરીએ ફ્રી-કિક દ્વારા પ્રથમ ગોલ કર્યો હતો. આ પછી ઈન્જરી ટાઈમમાં (92મી મિનિટે) ઝાકરિયા અબુખલાલે હાકિમ જીચે આપેલા પાસને ગોલ પોસ્ટ પર લઈ ટીમનો સ્કોર 2-0 કર્યો હતો.
મોરોક્કોએ રવિવાર, 27 નવેમ્બરના રોજ બેલ્જિયમને હરાવીને વર્લ્ડ કપમાં ત્રીજો અપસેટ સર્જ્યો હતો. ટૂર્નામેન્ટમાં પહેલો અપસેટ સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાની ટીમ સામે કર્યો હતો. આ પછી જાપાનની ટીમે જર્મનીને હરાવીને આ વર્લ્ડ કપમાં બીજો અપસેટ સર્જ્યો હતો. હવે મોરોક્કોએ બેલ્જિયમને 2-0થી હરાવીને વધુ એક અપસેટ બતાવ્યો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં મોરોક્કન ટીમનો આ માત્ર ત્રીજો વિજય છે. વર્ષ 1986માં પોર્ટુગલને 3-1થી હરાવીને તેણે વર્લ્ડ કપમાં પ્રથમ વિજય નોંધાવ્યો હતો. સ્કોટલેન્ડની બીજી જીત 1998માં હતી જ્યારે મોરોક્કોએ તેમને 3-0થી હરાવ્યું હતું.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર