Euro Cup 2020: સ્પેનના કેપ્ટન સર્જિયો બાસ્ક્વેટ કોવિડથી સંક્રમિત, યૂરો કપથી બહાર થવાનું નક્કી

Euro Cup 2020: સ્પેનના કેપ્ટન સર્જિયો બાસ્ક્વેટ કોવિડથી સંક્રમિત, યૂરો કપથી બહાર થવાનું નક્કી
સ્પેનનો કેપ્ટન સર્જિયો બાસ્ક્વેટ કોવિડથી સંક્રમિત થયો. (Sergio Busquets/Instagram)

યૂરો કપ 2020ના શુભારંભ પહેલા સ્પેનની ટીમને જોરદાર આંચકો લાગ્યો, કેપ્ટન સર્જિયો બાસ્ક્વેટ ગુમાવી શકે છે ટૂર્નામેન્ટ

  • Share this:
    મેડ્રિડ. સ્પેનની યૂરોપીયન ફુટબોલ ચેમ્પિયનશિપ (Euro Cup 2020)ની તૈયારીઓને જોરદાર આંચકો લાગ્યો છે, કારણ કે તેના કેપ્ટન સર્જિયો બાસ્વેવેટ (Sergio Busquets)ને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કારણથી હવે તેઓ ટૂર્નામેન્ટથી બહાર થઈ શકે છે. બાસ્વેૂ ટને 10 દિવસ સુધી ક્વૉરન્ટિન રહેવું પડશે અને તેનું યૂરોપિયન ચેમ્પિયનશિપ માં (Euro 2020) ભાગ લેવું અઘરું થઈ ગયું છે.

    સ્પેનને યૂરો કપ 2020માં પોતાની પહેલી મેચ 14 જૂને સ્વીડનની વિરુદ્ધ સવિલેમાં રમવાની છે. બાસ્વેધીટના ગ્રુપ-ઈની આ મેચ ઉપરાંત 19 જૂને સેવિલેમાં જ પોલેન્ડની વિરુદ્ધ યોજાનારી બીજી મેચથી પણ બહાર રહેવાનું નક્કી છે. સ્પેનિશ ફુટબોલ મહાસંઘે રવિવારે જણાવ્યું કે ટીમના અન્ય ખેલાડીઓના કોવિડ-19 માટે કરવામાં આવેલા પરીક્ષણ નેગેટિવ આવ્યા છે.



    આ પણ વાંચો, મહેન્દ્ર સિંહ ધોનીએ ખરીદ્યો મોંઘી બ્રિડનો ઘોડો, સ્કોટલેન્ડથી રાંચી લવાયો, જાણો તેની ખૂબીઓ

    મહાસંઘે જણાવ્યું કે, રિપોર્ટ પોઝિટિવ આવવાનો ખુલાસો થયા બાદ બાસ્ક્વેટ મેડ્રિડમાં ચાલી રહેલી ટીમના પ્રેક્ટીસ કેમ્પથી હટી ગયો છે. નોંધનીય છે કે, પૂર્વ આયોજિત UEFA Euro 2020નો શુભારંભ 11 જૂન (ભારતીય સમય મુજબ 12 જૂન)થી થશે. મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 24 ટીમો 51 મેચ રમશે. પ્રત્યેક ટીમ 26 જૂનથી શરૂ થનારા નોકઆઉટ પ્રવાસ પહેલા ગ્રુપ ચરણોમાં ત્રણ ગેમ રમશે. UEFA Euro 2020 ફાઇનલ 11 જુલાઈ (ભારતીય સમય મુજબ 12 જુલાઈ)ના રોજ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રમાશે.

    આ પણ વાંચો, 10 હજારમાં વેચાઈ રહી છે 500 રૂપિયાની નકામી જૂની નોટ! આવી રીતે બની શકો છો માલામાલ

    યૂરો કપ વર્ષ 2020માં યોજાવાનો હતો પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે તેને એક વર્ષ માટે ટાળવામાં આવ્યો હતો. 1960માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટની આ 16મી કડી છે. આ ટૂર્નામેન્ટને જીતનારી ટીમને 3300 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની આપવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:June 07, 2021, 15:15 pm

    ટૉપ ન્યૂઝ