Euro 2020: જીતની ખુશીમાં ડૂબેલા ઈટલીના ખેલાડીઓની શરમજનક હરકત, દર્શકો પાસે જઈ ઉતારી દીધા પેન્ટ, જુઓ VIDEO

બેલ્જિયમ સામે જીત મેળવ્યા બાદ ઈટલીનો ખેલાડી (તસવીર- વીડિયો સ્ક્રીનશોટ)

ઈટલીના સ્ટાર્સ ખેલાડીઓ ગિવાની ડી લોરેન્જો, આંદ્રે બેલાટી, એલેક્સેંડરો બાસ્તોનીએ પોતાના પેન્ટ ઉતારીને સ્ટેન્ડમાં પ્રેક્ષકો તરફ ફેંકી દીધા, થઈ રહી છે ટીકા

  • Share this:
    નવી દિલ્હી. ઈટલીની ટીમે બેલ્જિયમને હરાવીને યૂરો કપ (Euro Cup 2020)ની સેમીફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. ઈટલીએ ટોપ રેન્કિંગ ધરાવતી બેલ્જિયમ (Italy Beat Belgium)ની ટીમને મ્યુનિખમાં 2-1થી હરાવ્યું. ઈટલી માટે બારેલાએ 31મી મિનિટમાં ગોલ ફટકાર્યો અને ત્યારબાદ હાફ ટાઇમથી થોડા સમય પહેલા લોરેન્જોએ ગોલ કરીને સ્કોર 2-0 કરી દીધો.

    બેલ્જિયમના રામેલુ લુકાકૂએ ગોલ કરીને સ્કોર 2-1 કર્યો. જોકે, બીજા હાફમાં બંને ટીમોએ ગોલ કરવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. ઈટલીની આ સતત 13મી જીત છે. સેમીફાઇનલની ટિકિટ મળવાની ખુશીમાં ઈટલીના સ્ટાર ખેલાડી હદ ચૂકી ગયા અને ઉજવણીમાં અનેક સ્ટાર્સે સૌની સામે પોતાના પેન્ટ ઉતારી દીધા.

    આ પણ જુઓ, Smriti Mandhana બની ‘સુપરવુમન’, હવામાં ઉડીને પકડ્યો જોરદાર કેચ, Video જીતી લેશે દિલ

    ગિવાની ડી લોરેન્જો, આંદ્રે બેલાટી, એલેક્સેંડરો બાસ્તોનીએ પોતાના પેન્ટ ઉતારીને સ્ટેન્ડમાં પ્રેક્ષકો તરફ ફેંકી દીધા. સ્ટાર્સની આ હરકતથી પ્રશંસકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા. સ્ટાર્સની આ હરકત પર તેમની ઘણી ટીકા પણ થઈ રહી છે.

    આ પણ જુઓ, PHOTOS: સ્પીડ બ્રેકર પર ઉછળી કાર, આગળ જતી કારને મારી જોરદાર ટક્કર

    સેમીફાઇનલમાં ઈટલીનો સામનો સ્પેન સાથે થશે. ઈટલીની ટીમ ગ્રુપ-એમાં પોતાની તમામ 3 મેચ જીતીને 9 પોઇન્ટની સાથે ટોપ પર રહી હતી. અંતિમ 16માં ઈટલીએ ઓસ્ટ્રેયાને 2-1થી હરાવ્યું હતું. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં નંબર એક ટીમ બેલ્જિયમને મ્હાત આપી.
    Published by:Mrunal Bhojak
    First published: