નવી દિલ્લી: યૂરો કપ 2020 (Euro 2020)માં બેલ્જિયમ અને ફિનલેન્ડ વચ્ચે ચાલી રહેલા મેચમાં એક મહિલા મેદાનમાં ધૂસી ગઈ અને ક્રિપ્ટો કરન્સીના પ્રચાર માટે મહિલાએ પોતાના કપડા ઉતારવાનું શરૂ કર્યું હતું, મહિલાએ દોડાતા સમયે લખ્યું કે WTF કોઈન. તે આ ચાલુ મેચમાં અડધા મેદાન સુધી પહોંચી ગઈ હતી. જના કારણે તે ઘાયલ થતા માંડ બચી હતી. પરંતુ સુરક્ષકર્મીઓએ મહિલાને પકડીને બહાર કરી હતી.
મહિલાની ટીશર્ટ પર વેબસાઈટની લીન્ક પણ આપેલી હતી. રશિયા અને બેસ્જયમ અને ફિનલેન્ડની વચ્ચે ચાલી રહેલી મેચમાં બેલ્ઝિયમ 2-0થી મેચ જીત્યું હતું. રશિયા અને ડેનમાર્ક વચ્ચે રમાયેલી મેચમાં પણ એક ફૂટબોલ પ્રેમીએ ધૂસ્યો હતો. જો કે તેને વહેલી તકે સુરક્ષા કર્મીઓ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.
બેલ્ઝિયમે જીતની હેટ્રીક લગાવી હતી. ગ્રુપ ચરણમાં ઈટલી અને નેધરલેન્ડ બાદ સતત ત્રણ મેચ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે. કોઈ મોટી ટૂર્નામેન્ટમાં પહેલાવાર રમી રહેલી ફિનલેન્ડની ટીમ ત્રીજા સ્થાન પર રહી હતી. જ્યારે રશિયાને 4-1 થી હરાવીને ડેનમાર્કે પણ આગામી ચરણમાં પ્રવેશ મેળવ્યો છે. બેલ્ઝિયમ માટે રોમેલૂ લુકાકુએ 81મી મીનિટમાં બીજો ગોલ કર્યો જે ટૂર્નામેન્ટમાં તેને ત્રીજો ગોલ કર્યો હતો. પહેલા ફિનલેન્ડના ગોલકિપર લુકાસ રાડેકીએ જોરદાર ગોલ કર્યો હતો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર