Home /News /sport /અમેરિકાની ચેતવણી, ફિફા વર્લ્ડ કપ પર થઈ શકે છે આતંકી હુમલો

અમેરિકાની ચેતવણી, ફિફા વર્લ્ડ કપ પર થઈ શકે છે આતંકી હુમલો

    અમેરિકન સરકારે પોતાના દેશના નાગરીકોને રશિયામાં રમવામાં આવી રહેલ ફિફા વર્લ્ડ કપ સમયે આતંકી હુમલો થવાની ચેતવણી આપી છે. અમેરિકાએ વિશ્વકપ દરમ્યાન આતંકી હુમલાની સંભાવના વ્યક્ત કરી લોકોને રશિયા વર્લ્ડકપ જોવા જવા પર ફરી એકવાર વિચાર કરવાની સલાહ આપી છે.

    સમાચાર એજન્સી એફે અનુસાર, વિદેશ વિભાગે શુક્રવારે એક સલાહમાં કહ્યું છે કે, આવા મોટા સ્તરના વિશ્વકપના આયોજન પર આતંકીઓની નજર હોઈ શકે છે.

    આમાં કહેવામાં આવ્યું છે કે, જોકે વિશ્વકપ સમયે સુરક્ષા સારી હશે, પરંતુ આતંકવાદી સ્ટેડિયમ, પ્રશંસકોની જગ્યા પર, પર્યટન સ્થળ પર, અથવા ભીડભાડવાળી જગ્યાઓને નિશાન બનાવી શકે છે.

    એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદી કોઈ પણ પ્રકારની ચેતવણી વગર આતંક ફેલાવી શકે છે.

    આ બધા કારણોને જોતા અમેરિકાએ રશિયાને આવા સમયે એલર્ટ રહેવા કહ્યું છે. આ સિવાય પાકિસ્તાન, ક્યૂબા, તુર્કી, હોણ્દુરાસમાં પણ આતંકી હુમલો થવાની સંભાવના છે.

    આતંકી હુમલા સિવાય અમેરિકન સરકારે કહ્યું કે, તેમના દેશના નાગરીકો રશિયામાં શોષણ, દુર્વ્યવહારનો શિકાર પણ થઈ શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: During, Fifa-world-cup, Warning, અમેરિકા, આતંકી, ફુટબોલ, હુમલો

    विज्ञापन
    विज्ञापन