ચાલુ મેચમાં ખુલ્લેઆમ ફિક્સિંગ કરી રહ્યા હતા પાકિસ્તાની ખેલાડી! શોએબ અખ્તરે દુનિયાને 'પુરાવા' આપ્યા

News18 Gujarati
Updated: February 22, 2020, 11:26 AM IST
ચાલુ મેચમાં ખુલ્લેઆમ ફિક્સિંગ કરી રહ્યા હતા પાકિસ્તાની ખેલાડી! શોએબ અખ્તરે દુનિયાને 'પુરાવા' આપ્યા
ફરતી થયેલી તસવીર.

પાકિસ્તાન સુપર લીગ (Pakistan Super League)ની એક મેચ દરમિયાન ડગઆઉટમાં લોકો પોતાના ફોનથી વાતચીત કરતા નજરે પડ્યા.

  • Share this:
કરાચી : પાકિસ્તાન સુપર લીગ (Pakistan Super League) શરૂ થયાને બે જ દિવસ થયા છે અને વિવાદ શરૂ થઈ ગયો છે. પ્રથમ વખત આ લીગની આગી સિઝન પાકિસ્તાનમાં રમાઈ રહી છે. આ વતાને લઈને પ્રશંસકો ઉત્સાહિત છે, પરંતુ આને લઈને વિવાદ પણ શરૂ થઈ ગયો છે. હકીકતમાં પેશાવર જાલ્મી અને કરાચી કિંગ્સ વચ્ચે રમવામાં આવેલી મેચમાં ખેલાડીઓના ડગઆઉટમાં ટીમ સાથે જોડાયેલા લોકો મોબાઇલ પર વાતચીત કરતા નજરે પડ્યા હતા. આ અંગેની તસવીર ફરતી થયા બાદ દુનિયાભરમાં પાકિસ્તાનની મજાક ઉડી રહી છે.

હકીકતમાં આઈસીસી નિયમ પ્રમાણે ડ્રેસિંગ રૂમ અને ડગઆઉટમાં ખેલાડીઓને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. વાતચીત માટે ટીમ મેનેજમેન્ટ પર ફક્ત વૉકી ટૉકીનો જ ઉપયોગ કરી શકે છે. પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરે (Shoaib Akhtar) પણ ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ વાળી તસવીર શેર કરી છે. અખ્તરે લખ્યું છે કે આ બરાબર નથી. જોકે, આ મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ કરાચી કિંગ્સે કોચ ડીન જોન્સ પાસેથી આ મામલે ખુલાસો માંગ્યો છે.મેચની 13મી ઓવરમાં કેમેરાએ કોઈને ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા પકડી લીધો હતો. એવું લાગી રહ્યું છે કે કોઈ ખેલાડી કે પછી મેનેજમેન્ટ ટીમનો કોઈ વ્યક્તિ મોબાઇલ ફોન પર વાતચીત કરી રહ્યો છે. જે બાદમાં કોચે સ્પષ્ટતા કરી છે કે ફોન પર વાતચીત કરી રહેલા વ્યક્તિ ટીમના સીઈઓ તારિક છે. તેમણે કહ્યું કે સીઈઓ ફક્ત પોતાનું કામ કરી રહ્યા છે અને ટીમના પ્રેક્ટિસ માટેની વ્યવસ્થાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ કે મોબાઇલ પર વાત કરનાર વ્યક્તિ ટીમના સીઈઓ જ હતા. જોન્સે ખુલાસો કરતા કહ્યુ કે ટી-20 ક્રિકેટ (T20 Cricket)માં સીઈઓ અને મેનેજરને મોબાઇલ ફોન વાપરવાની છૂટ હોય છે.પેશાવર અને કરાચી વચ્ચે રમાયેલી મેચ અંગે વાત કરીએ તો આ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો હતો. કરાચીએ આ મેચ 10 રનથી જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા કરાચીએ ચાર વિકેટના નુકસાન પર 201 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પેશાવની ટીમે નિર્ધારિત ઓવરમાં191 રન જ બનાવી શકી હતી.
First published: February 22, 2020, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading