Home /News /sport /IND vs ENG: ફરી એક વખત વર્લ્ડકપનું સ્વપ્ન તૂટ્યુ, જાણો સેમિ ફાઇનલમાં ભારતની હારના 5 મોટા કારણ

IND vs ENG: ફરી એક વખત વર્લ્ડકપનું સ્વપ્ન તૂટ્યુ, જાણો સેમિ ફાઇનલમાં ભારતની હારના 5 મોટા કારણ

ભારતનો ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં 10 વિકેટે પરાજય

India vs England: ઇંગ્લેન્ડે ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચમાં ભારતને 10 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યા તેનો સામનો 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે થશે. ઇંગ્લેન્ડે 169 રનના પડકારને વિના વિકેટે 16 ઓવરમાં જ મેળવી લીધો હતો અને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા એન્ડ કંપનીની સફર પૂર્ણ થઇ ગઇ છે. ભારતીય ટીમ ફરી એક વખત આઇસીસી ઇવેન્ટમાં સેમિ ફાઇનલમાં હારીને બહાર થઇ ગયુ હતુ.

વધુ જુઓ ...
    India vs England: ઇંગ્લેન્ડે ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચમાં ભારતને 10 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યા તેનો સામનો 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે થશે. ઇંગ્લેન્ડે 169 રનના પડકારને વિના વિકેટે 16 ઓવરમાં જ મેળવી લીધો હતો અને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા એન્ડ કંપનીની સફર પૂર્ણ થઇ ગઇ છે. ભારતીય ટીમ ફરી એક વખત આઇસીસી ઇવેન્ટમાં સેમિ ફાઇનલમાં હારીને બહાર થઇ ગયુ હતુ.

    ભારતીય બેટિંગ સિવાય બોલિંગ અને ફિલ્ડિંગ પણ ખરાબ રહી હતી માટે સેમિ ફાઇનલમાં ટીમની હારના પાંચ કારણ પર આપણે નજર કરીએ.

    ઓપનિંગ જોડીનું ફેલ થવુ

    આખી ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડી ટીમ માટે એક સાથે ક્રીઝ પર ટકી રહેવામાં નિષ્ફળ રહી હતી. નૉક આઉટ જેવી મહત્વની મેચમાં બન્ને બેટ્સમેન ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ ગયા હતા. રાહુલે 5 બોલમાં 5 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ 28 બોલમાં 27 રનની ધીમી ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે આખી ટૂર્નામેન્ટમાં પોતાની 6 ઇનિંગમાં 128 રન બનાવ્યા હતા.

    પાવર પ્લેમાં ધીમી બેટિંગ

    બીજી ઓવરના ચોથા બોલ પર કેએલ રાહુલના આઉટ થયા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પુરા પાવર પ્લે દરમિયાન ઘણી ધીમી બેટિંગ કરી હતી જેને કારણે ભારત પર દબાણ વધ્યુ હતુ. પાવર પ્લેની 6 ઓવરમાં ભારત 38/1ના સ્કોર પર ઉભુ હતુ. જેમાં રોહિત શર્માએ 18 બોલમાં માત્ર 20 રન બનાવ્યા હતા અને વિરાટ કોહલી 13 બોલમાં 12 રન બનાવીને રમતમાં હતો. મહત્વપૂર્ણ છે કે રોહિત શર્માએ આખી ટૂર્નામેન્ટની 6 ઇનિંગમાં માત્ર 116 રન બનાવ્યા છે.

    એડિલેડમાં નાનો સ્કોર

    ઓસ્ટ્રેલિયામાં એડિલેડ ઓવલનું મેદાન મોટો સ્કોર બનાવવા માટે જાણીતુ છે. ધીમી શરૂઆતને કારણે ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 168 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સિવાય કોઇ બેટ્સમેન ક્રીઝ પર ટકી શક્યુ નહતુ. એડિલેડમાં એક મજબૂત સ્કોર કરતા 20 રન ઓછા બન્યા હતા. ખાસ કરીને ઇંગ્લેન્ડની બેટિંગ દરમિયાન, વિપક્ષી ટીમે આસાનીથી ભારતના આ ટારગેટને મેળવી લીધો હતો.

    ઇંગ્લેન્ડની પાવરફૂલ બેટિંગ

    એક તરફ ભારતીય બેટ્સમેન સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા તેનાથી ઉંધુ ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેનોએ બોલરોને ફટકાર્યા હતા. જોસ બટલર અને એલેક્સ હેલ્સે મળીને આ પડકારને સફળતાપૂર્વક ચેજ કર્યો હતો. બટલરે 49 બોલમાં 80 રન બનાવ્યા હતા જેમાં 9 ફોર અને 3 સિક્સર સામેલ હતી. હેલ્સે 47 બોલમાં 86 રન બનાવ્યા હતા જેમાં 4 ફોર અને 7 સિક્સર સામેલ હતી.

    બોલરોએ નિરાશ કર્યા

    આખી મેચમાં ભારતીય બોલરોમાં આક્રમકતાની કમી જોવા મળી હતી. તમામ બોલરોએ રન આપ્યા હતા અને એક પણ વિકેટ ઝડપી શક્યા નહતા. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલ જેવા યુવા બોલરો સાથે ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને આર.અશ્વીનનો અનુભવ પણ ફેલ રહ્યો હતો જને કારણે માત્ર 16 ઓવરમાં ઇંગ્લેન્ડે 10 વિકેટથી જીત મેળવી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: India vs england, Semi final, T20 WorldCup, Team india, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन