Home /News /sport /

5 દિગ્ગજ ખેલાડીઓ જેમનું કરિયર રાહુલ દ્રવિડ એરામાં સમાપ્ત થઈ શકે છે, પહેલું નામ આશ્ચર્યજનક

5 દિગ્ગજ ખેલાડીઓ જેમનું કરિયર રાહુલ દ્રવિડ એરામાં સમાપ્ત થઈ શકે છે, પહેલું નામ આશ્ચર્યજનક

જો રતમમાં સતત સુધારો નહીં જોવા મળે તો આ ખેલાડીઓને સ્થાન મળવું છે મુશ્કેલ

Rahul Dravid : ટેસ્ટ અને વન ડેમાં આ ખેલાડીઓના કરિયર પર લટકી રહી છે તલવાર, જો પ્રદર્શન સતત ખરાબ રહ્યું તો ટીમમાં ન મળે ચાન્સ

  ભારત અને ન્યૂઝીલેન્ડ (ind vs. nwz) વચ્ચે તાજેતરમાં જ યોજાયેલા ટી 20 આંતરરાષ્ટ્રીય (T20 international) મેચથી ભારતીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડ (Rahul Dravid) યુગની શરૂઆત થઈ છે. રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ (New Coach of Indian team) તરીકે નિયુક્ત થયા છે, જ્યારે રોહિત શર્મા (captain Rohit Sharma) ને ટી 20 આંતરરાષ્ટ્રીયમાં નવા કેપ્ટન તરીકે નિયુક્ત થયા છે. ભારતે બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુધ્ધ ત્રણ મેચની ટી 20 સીરીઝમાં જીતીને રાહુલ દ્રવિડે કોચ તરીકે સકારાત્મક શરૂઆત કરી છે. આ પછી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝની 2-2 મેચ રમવામાં આવશે. આ સાથે જ આવનારા 2 વર્ષેમાં ભારત એક ટી 20 વર્લ્ડ કપ, એક 50 વરનો વર્લ્ડ કપ અને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પણ રમશે. આ સમય દરમિયાન કેટલાક અનુભવી ખેલાડીઓ પોતાના સન્યાસની પણ જાહેરાત કરી શકે છે.  આવો નજર કરીએ એવા પાંચ ખેલાડીઓ પર.

  અજિંક્ય રહાણે  :અજિંક્ય રહાણે ન્યૂઝીલેન્ડ વિરુધ્ધ આગામી 2 મેચની ટેસ્ટ સીરીઝના પ્રથમ મેચમાં ભારતીય ટીમના કેપ્ટનની ભૂમિકામાં નજરે પડશે. જો કે, ગત કેટલાક વર્ષોમાં તેની રમત વધારે આકર્ષક રહી ન હોવાની વાત નજરઅંદાજ ના કરી શકાય. ઈગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રહાણે 4 ટેસ્ટમાં 15.57ની એવરેજ સાથે માત્ર 109 રન જ બનાવી શક્યો હતો.

  રહાણેએ આ વર્ષે 11 ટેસ્ટ રમી છે અને 19.58ની નિરાશાજનક એવરેજ સાથે માત્ર 372 રન જ બનાવ્યા છે. જો આગળ જતા પણ રહાણેનું આવું જ પ્રદર્શન જોવા મળશે અને તેમાં કોઈ સુધારો નહી આવે તો અજીંક્ય રહાણેનું ટેસ્ટ કરિયર સમાપ્ત થઈ જશે.

  અજિંક્ય રહાણે ન્યૂઝીલેન્ડ સામેની ટીમમાં કપ્તાની કરશે (AP)


  ઉમેશ યાદવ  : ઉમેશ યાદવ હવે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ભાગ નથી. વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ વિરુધ્ધ તેણે પોતાની અંતિમ વન ડે રમી હતી. જ્યારે વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ તેણે પોતાની અંતિમ ટી 20 ઈન્ટરનેશનલ રમી હતી. હાલ ટેસ્ટ ક્રિકેટમાં પણ તે પ્રથમ પસંદગી તરીકે નથી સામે આવી રહ્યો.

  આ પણ વાંચો : MS Dhoni : વિશ્વનું સૌથી મોંઘું બેટ હતું ધોની પાસે, લાખોમાં મળી હતી કિંમત, જાણીને ચોંકી જશો!

  આ તમામ પરિસ્થિતીને જોતા એવું કહી શકાય કે ઉમેશ વધુ લાંબા સમય સુધી પોતાના ક્રિકેટ કરિયરમાં ટકી શકશે નહી. યુવાન ખેલાડીઓના આગમન સાથે આગામી 1 થી 2 વર્ષમાં ઉમેશ યાદવના કરિયરની પૂર્ણાહૂતી થઈ શકે છે. ઉમેશે 49 મેચમાં 30.24ના એવરેજથી 154 વિકેટ ઝડપી છે.

  ભુવનેશ્વર કુમાર  : હાલમાં ભુવનેશ્વરકુમાર ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. પાછલા કેટલાક સમયથી તેનું પરફોર્મન્સ પણ પ્રશંસાપાત્ર નથી રહ્યું. ભુવનેશ્વરકુમાર આઈસીસી ટી 20 વર્લ્ડકપ 2021માં પાકિસ્તાન વિરુધ્ધ પ્રથમ મેચમાં જોવા મળ્યો હતો. તેની રમતને જોતા એવું ક્યારેય ન લાગ્યું કે, તેની બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનને કોઈ પરેશાની થતી હોય. શરૂઆતમાં ભુવનેશ્વર કુમાર જે રીતે બોલને સ્વિંગ કરતો હતો તે આવડત હવે તેની રમતમાં નથી જોવા મળતી. ટી20 વર્લ્ડ કપમાં તેણે 4 ઓવરમાં 24 રન આપી 2 વિકેટ ઝડપી હતી. તે છતા પણ જો આગામી કેટલાક મેચમાં તેના પ્રદર્શનમાં જો કોઈ ખાસ સુધાર ન આવે અને તેમનું પરફોર્મન્સ આપર્ષક ન રહે, તો ટીમમાંથી તેને ડ્રોપ કરવામાં આવી શકે છે

  હનુમા વિહારી  :  ન્યૂઝીલેન્ડ રમાનારી આગામી 2 ટેસ્ટ સીરીઝના ટીમ સિલેક્શનમાં હનુમાને ટીમથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તેમને સિલેક્ટર્સ દ્વારા સાઉથ આફ્રિકા મોકલવામાં આવ્યા છે. વિહારીને ભારતની સા.આફ્રિકા ટેસ્ટ સીરીઝ માટે તૈયાર કરવા માટે તેમને મોકલવામાં આવ્યા છે. તેને ભવિષ્યમાં ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ વતી રમતા ન જોઈ શકાય તેવી શક્યતાઓ ઘણી વધારે છે. તેમના પ્રદર્શનને જોતા કહી શકાય છે કે રાહુલ દ્રવિડના એરામાં તેમનું કરિયર પણ સમાપ્ત થઈ શકે છે.  રવિચન્દ્ર અશ્વિન   : રવિચન્દ્ર અશ્વિન ભારતીય ટીમનો મહત્વનો ભાગ છે. એ વાતને ધ્યાનમા રાખીને હાલમાં તેમને ભારતીય ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. અશ્વિન હાલમાં જ રમાયેલ ટી 20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ રહી ચુક્યા છે. બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુધ્ધ રમાયેલ મેચમાં અશ્વિને 4 ઓવરમાં 23 રન આપ્યા અને 2 વિકેટ ઝડપી હતી.

  આ પણ વાંચો : ઈન્ગલેન્ડના ક્રિકેટરે સેમ બિલિંગ્સે ટેનિસ ખેલાડી સાથે માલદીવમાં સગાઈ કરી, શેર કરી રોમેન્ટિક તસવીરો

  એ વાતમાં કોઈ બે મત નથી કે, તેની વધતી ઉંમર તેને વધુ લાંબો સમય સુધી રમવા માટે સક્ષમ નહી રાખી શકે. હાલ અશ્વિનની ઉમર 35 વર્ષ છે. આગામી થોડા વર્ષોમાં તે રિટાયરમેન્ટ લે તેવી પણ શક્યતાઓ છે.
  First published:

  Tags: Cricekt News in Gujarati, રાહુલ દ્રવિડ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन