વ્યસ્ત કાર્યક્રમ પર કોહલીએ કહ્યું - ક્રિકેટરો સીધા સ્ટેડિયમ ઉપર જ ઉતરીને રમવાનું શરુ કરશે

News18 Gujarati
Updated: January 23, 2020, 10:14 PM IST
વ્યસ્ત કાર્યક્રમ પર કોહલીએ કહ્યું - ક્રિકેટરો સીધા સ્ટેડિયમ ઉપર જ ઉતરીને રમવાનું શરુ કરશે
વ્યસ્ત કાર્યક્રમ પર કોહલીએ કહ્યું - ક્રિકેટરો સીધા સ્ટેડિયમ ઉપર જ ઉતરીને રમવાનું શરુ કરશે

ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વન-ડે રમ્યાના પાંચ દિવસ પછી ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે

  • Share this:
ઓકલેન્ડ : વિરાટ કોહલી(Virat Kohli)ની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા (Team India)શુક્રવારે ન્યૂઝીલેન્ડ (New Zealand)સામે પાંચ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમવા મેદાનમાં ઉતરશે. ટીમની નજર વિજયકૂચ જાળવી રાખવા તરફ રહેશે. ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વન-ડે રમ્યાના પાંચ દિવસ પછી ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. આ વખતે ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)પણ થવાનો છે અને આ કારણે ટીમનો કોઈપણ સભ્ય આરામના મૂડમાં નથી.

ભારતીય ટીમનો કાર્યક્રમ હાલ ઘણો વ્યસ્ત છે. ઓસ્ટ્રેલિયા સામે 19 જાન્યુઆરીએ શ્રેણીમાં જીત મેળવી બીજા જ દિવસે ટીમ ન્યૂઝીલેન્ડ સામે રવાના થઈ હતી. 21 જાન્યુઆરીએ સાંજે ન્યૂઝીલેન્ડ પહોંચી હતી. વ્યસ્ત કાર્યક્રમ પર વિરાટે કહ્યું હતું કે ક્રિકેટરો હવે એ સ્થિતિની નજીક પહોંચી રહ્યા છે જ્યારે સીધા સ્ટેડિયમ ઉપર જ ઉતરીને રમવાનું શરુ કરશે. કોહલીએ પ્રથમ ટી-20 મેચ પહેલા કહ્યું હતું કે આટલી યાત્રા કરીને અલગ ટાઇમ ઝોનવાળા દેશમાં આવીને તરત સ્થિતિ પ્રમાણે થવું આસાન હોતું નથી. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એવું જ છે જ્યાં સતત રમવાનું હોય છે.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યા સવા કરોડની ઘડિયાળ અને 1 લાખના શૂઝ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો

કોહલીએ કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડના પ્રવાસે રાહત રહે છે. અહીં ક્રિકેટને કામની જેમ લેવામાં આવે છે. કીવી ટીમ દરેક મેચને જીતવાના ઇરાદા સાથે ઉતરશે. અહીં બધુ સંતુલિત છે અને રમવાની મજા આવે છે. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ઘણા શાંતચિત્ત અને પ્રોફેશનલ રહે છે.
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर