ચેમ્પિયન બન્યા પછી ધોની બોલ્યો, 'ઉંમર નહી અમારી ફિટનેસ જુઓ'

News18 Gujarati
Updated: May 28, 2018, 11:03 AM IST
ચેમ્પિયન બન્યા પછી ધોની બોલ્યો, 'ઉંમર નહી અમારી ફિટનેસ જુઓ'

  • Share this:
ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમમાં કેટલાક મોટી ઉંમરના ખેલાડી છે પરંતુ તે છતાં તે આઈપીએલ-11ની ચેમ્પિયન બનવામાં સફળ રહી અને તેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે, ઉંમર નહી પરંતુ ફિટનેસ મહત્વ રાખે છે.

ચેન્નાઈએ રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવીને ત્રીજી વખત આઈપીએલ ખિતાબ જીત્યો. સનરાઈઝર્સને પહેલા બેટિંગનું આમંત્રણ મળતા તેને 06 વિકેટ પર 178 રન બનાવ્યા. ચેન્નાઈએ શેન વોટ્સનના 117 રનની મદદથી બે વિકેટ પર 181 રન બનાવીને ચેમ્પિયન બન્યું.

ધોનીએ મેચ બાદ ટીમમાં વધારે ઉંમરના ખેલાડીઓની હાજરી વિશેનો પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમને કહ્યું કે, ઉંમર માત્ર નંબર છે પરંતુ ખેલાડીનું બધી જ રીતે ફિટ હોવું જરૂરી છે. ધોનીએ કહ્યું, 'આપણે ઉંમર વિશે વાત કરીએ છીએ પરંતુ ફિટનેસ વધારે મહત્વપૂર્ણ છે. રાયડૂ 33 વર્ષનો છે પરંતુ આ વાત વાસ્તવમાં કોઈ જ મહત્વ રાખતી નથી. જો તમે કોઈપણ કેપ્ટનને પૂછશો તો તે એક એવો ખેલાડી ઈચ્છે જે ફોર્મમાં હોય.'

ધોનીએ કહ્યું કે, અમે અમારી કમજોરીઓથી માહિતગાર છીએ. જો વોટ્સન ડાઈવ લગાવવાની કોશિશ કરે છે તો તે ઈજાગ્રસ્ત થઈ શકે છે, તે માટે અમે તેમને એવું ન કરવા માટે કહ્યું. ઉંમર માત્ર નંબર છે તેથી તમારે બધી રીતે ફિટ હોવું જોઈએ.

ધોનીએ કહ્યું, "જ્યારે તમે ફાઈનલમાં પહોંચો ત્યારે બધા પોત-પોતાની ભૂમિકા સારી રીતે જાણતા હોય છે. જ્યારે તમે ફિલ્ડીંગ કરતાં હોવ છો ત્યારે તમારે રણનીતિ અનુસાર એકતા બતાવવી પડે છે. અમારા બેટ્સમેન અમારી રીતથી પરિચિત છે. જો કોઈને આ મુશ્કેલ લાગે છે તો અન્ય બેટ્સમેન માટે પણ તે સરળ રહેશે નહી."

તેમને કહ્યું, "અમને ખબર છે કે તેમની ટીમમાં ભુવનેશ્વર કુમાર અને રાશિદ ખાન બે સારા બોલર છે જે આપણી પર દબાણ બનાવી શકે છે. તેથી હું માનું કે અમારી બેટિંગ ખુબ જ સારી રહી. અમને વિશ્વાસ હતો કે વચ્ચેની ઓવરોમાં અમે સારા રન બનાવી શકીશું."ધોનીને પૂછવામાં આવ્યું કે, તેમની સર્વશ્રેષ્ઠ જીત કઈ રહી છે, તેના જવાબમાં ધોનીએ કહ્યું કે, "ધોનીએ કહ્યું કે, દરેક જીત ખાસ હોય છે એટલે એક જીતને પસંદ કરવી મુશ્કેલ છે." ધોનીએ જણાવ્યું કે, તેમની ટીમ સોમવારે ચેન્નાઈ જશે જ્યાં તેઓ માત્ર એક મેચ રમી શક્યા હતા.
First published: May 28, 2018, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading