મોહાલીમાં મેજબાન કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટક્કર જોરદાર રહી. અંતે 'વિરાટ સેના'એ આ મેચ જીતીને સતત 6 હારનો સિલસિલો તોડવામાં સફળતા મેળવી છે, જ્યારે પંજાબને અનેક મેચ બાદ પોતાના હોમ ગ્રાઉન્ડ પર હારનો સામનો કરવો પડ્યો છે.
બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફીલ્ડિંગનો નિર્ણય કર્યો, જ્યારે પંજાબે ક્રિસે ગેલના 99 રન (નોટઆઉટ)ના સહારે વિરોધી ટીમની સામે 174 રનનો પડકાર મૂક્યો. પંજાબ આ મેચમાં વધુ મોટો સ્કોર ખડો કરી શકતું હતું પરંતુ તે એક-બે નહીં પરંતુ ત્રણ 'દુર્ઘટના'નો શિકાર બની ગયું. આવું આઈપીએલમાં પહેલીવાર જોવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વિરુદ્ધ પંજાબના ત્રણ બેટ્સમેન સિક્સર ફટકાર્યા બાદ બીજા બોલ પર આઉટ થઈ ગયા. આ સિલસિલાની શરૂઆત ઓપનર કેએલ રાહુલ સાથે થઈ. તેણે ઇનિંગની સાતમી ઓવરમાં યુજવેન્દ્ર ચહેલના પહેલા બોલ પર જોરદાર સિક્સર ફટકારી, પરંતુ બીજા જ બોલે તે સ્ટમ્પ આઉટ થઈ ગયો. તેણે 15 બોલમાં બે ફોર અને એક સિક્સરની મદદથી 18 રન કર્યા.
કેએલ રાહુલ (photo-iplt20.com)
જ્યારે બીજી દુર્ઘટના સ્ટાર બેટ્સમેન મયંક અગ્રવાલની સાથે થઈ. તેણે 9મી ઓવરના ચોથા બોલ પર એક્સ્ટ્રા કવરની ઉપર સિક્સર મારી તો ચહેલે બીજા જ બોલ પર બોલ્ડ કરીને જોરદાર વળતો હુમલો કરી દીધો. મયંકે 9 બોલમાં એક ફોર અને એક સિક્સરની મદદથી 15 રન કર્યા.
મયંક અગ્રવાલ (photo-iplt20.com)
પંજાબની ટીમની સાથે ત્રીજી દુર્ઘટના ઇનિંગની 13માં ઓવરમાં ઘટી અને બેટ્સમેન હતો સરફરાજ ખાન. જી હા, તેણે મોહમ્મદ સિરાજની ઓવરના પાંચમાં બોલ પર ફાઇન લેગ પર જોરદાર સિક્સર ફટકારી, પરંતે બીજા જ બોલ પર સરફરાજનું કામ તમામ થઈ ગયું. 13 બોલનો સામનો કરતાં એક ફોર અને એક સિક્સરની મદદથી 15 રન કરનારા સરફરાજને વિકેટકિપર પાર્થિવ પટેલનો કેચ પકડ્યો.
સરફરાજ ખાન (photo-iplt20.com)
જો આ ત્રણ બેટ્સમેન સાથે આવું ન થયું હોત તો પંજાબ ટીમ 200ના સ્કોર ઊભો કરી દેતી, જે પહેલી જીતની માટે તરસતી રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે મુશ્કેલ પડકાર સાબિત થશે. આ મેચને આરસીબીએ 8 વિકેટથી જીતી પોતાના નામે કરી દીધી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર