Home /News /sport /IPL: પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થતા રૈનાથી 'હાર્યો' રોહિત

IPL: પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થતા રૈનાથી 'હાર્યો' રોહિત

પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થતા રૈનાથી ‘હાર્યા’ રોહિત, 8 વર્ષના સફરનો અંત

આઈપીએલના ઇતિહાસમાં બીજી વખત રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયો નથી

    કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં કિરોન પોલાર્ડ જ્યારે ટોસ કરવા આવ્યો તો રોહિત શર્માના પ્રશંસકોને મોટો ઝટકો લાગ્યો હતો. પોલાર્ડ ટોસ કરવા આવતા એ સ્પષ્ટ થઇ ગયું હતું કે રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવનથી બહાર થઈ ગયો છે. રોહિત પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જોકે આ ઇજા ગંભીર નથી પણ વધારે સ્થિતિ ન બગડે તે માટે તેને આરામ આપવામાં આવ્યો છે. રોહિતના સ્થાને સિદ્ધેશ લાડનો ટીમમાં સમાવેશ કરાયો હતો.

    ઈજાના કારણે રોહિત શર્મા 2011 પછી પ્રથમ વખત મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમવા ઉતર્યો ન હતો. રોહિત શર્મા છેલ્લા 8 વર્ષમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સતત 133 મેચ રમ્યો છે. તે આઈપીએલના ઇતિહાસમાં બીજી વખત પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયો નથી. આ પહેલા 2008માં ડેક્કન ચાર્જસે તેને આરામ આપ્યો હતો.

    આ પણ વાંચો - ખૂબ વાયરલ થઇ રહી છે ધોની-સાક્ષીની આ તસવીર, તમે જોઇ ?

    સતત 133 મેચ રમવાના સફરનો અંત આવતા રોહિત શર્મા ચેન્નાઈ સુપરકિંગ્સના સુરૈશ રૈનાના રેકોર્ડને તોડવાથી વંચિત રહ્યો હતો. રૈનાના નામે સતત 134 મેચ રમવાનો રેકોર્ડ છે. વિરાટ કોહલી આરસીબી તરફથી સતત 129 મેચ રમ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ipl 2019, Mumbai indians, આઇપીએલ, રોહિત શર્મા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन