મહિલા ક્રિકેટને મોટી સફળતા, કોમનવેલ્થ ગેમ્સે લીધો ઐતિહાસિક નિર્ણય

News18 Gujarati
Updated: August 13, 2019, 3:45 PM IST
મહિલા ક્રિકેટને મોટી સફળતા, કોમનવેલ્થ ગેમ્સે લીધો ઐતિહાસિક નિર્ણય
ફાઇલ તસવીર

  • Share this:
કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને 2022માં ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-20 ક્રિકેટને સામેલ કરવાની જાહેરાત કરી છે. આ કોમનવેલ્થ ગેમ્સ 2022માં 27 જુલાઇથી 7 ઓગસ્ટ સુધી યોજાશે.

રમતજગતમાં ઓલિમ્પિક બાદ બીજા નંબર પર આવતી કોમનવેલ્થ ગેમ્સમાં 18 રમતમાં અંદાજે 4500 એથલીટ ભાગ લેશે. મહિલા ક્રિકેટના તમામ મેચ બર્મિંઘમના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. તેમાં આઠ મહિલા ક્રિકેટ ભાગ લેશે અને આઠ દિવસ સુધી રમાશે. વર્ષ 1998 બાદ આ પ્રથમ ઘટના હશે જ્યારે ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં જગ્યા મળશે.

અહીં ક્લિક કરી વાંચોઃ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માંગે છે ICC, આ છે સમગ્ર પ્લાન

 ઉલ્લેખનીય છે કે 1998માં કુઆલાલંપુરમાં યોજાયેલા રાષ્ટ્રમંડળ ખેલમાં દક્ષિણ આફ્રિકાની પુરુષ ટમે 50 ઓવરની મેચમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સીજીએફની અધ્યક્ષ લુઇસ માર્ટિને કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે અને રાષ્ટ્રમંડળ રમતમાં ફરીથી ક્રિકેટના સમાવેશના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. અમારું માનવું છે કે મહિલા ટી-20 ક્રિકેટને વધુ સારી રીતે પ્રદર્શિત કરવા માટે રાષ્ટ્રમંડળ રમત સૌથી સારો મંચ છે.

એક તરફ મહિલા ક્રિકેટનો કોમનવેલ્થમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ શૂટિંગની રમતની બાદબાકી કરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને નિર્ણય લીધો છે કે બર્મિંઘમમાં 2022માં યોજાનારી શૂટિંગનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વર્ષ 1970 બાદથી આવું પ્રથમવાર થશે. જો કે શૂટિંગના નિર્ણય બાદ ભારતમાં બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સના બહિષ્કારની માગ ઉઠી છે. ઓસ્ટ્રેલિયાએ પણ શૂટિંગના સમાવેશ ન કરાતા ટૂર્નામેન્ટના બહિષ્કારની ધમકી આપી છે.
First published: August 13, 2019, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading