T-20માં મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઈતિહાસ, આવું કરનારી દુનિયાની પહેલી ટીમ બની

News18 Gujarati
Updated: April 13, 2019, 5:59 PM IST
T-20માં મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઈતિહાસ, આવું કરનારી દુનિયાની પહેલી ટીમ બની
આઈપીએલમાં ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શનિવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં ઉતરતા જ મોટી ઉપલબ્ધી હાસિલ કરી લીધી છે

આઈપીએલમાં ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શનિવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં ઉતરતા જ મોટી ઉપલબ્ધી હાસિલ કરી લીધી છે

  • Share this:
મુંબઈ ઈન્ડિયન્સે ટી-20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. આઈપીએલમાં ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શનિવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં ઉતરતા જ મોટી ઉપલબ્ધી હાસિલ કરી લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટી-20ની 200 મેચ રમનારી પહેલી ટીમ બની ગઈ છે. ઈંગલીશ કાઉન્ટી ક્રિકેટ ક્લબ સોમરસેટે હાલમાં 199 મેચ રમી છે. હેમ્પશાયરે અત્યાર સુધીમાં 194 મેચો રમી છે.

મુંબઈએ 2008-2019 દરમ્યાન પોતાની 200મી મેચના પહેલા સુધી 112 મેચોમાં જીતી અને 84માં હારનો સામનો કર્યો છે. તેણે Tie રહેલી 1 મેચ ટ્રાઈબ્રેકર (સુપર ઓવર અથવા બોલઆઉટ)માં જીતી, જ્યારે 2 મુકાબલા પરિણામ વગરના રહ્યા. એટલે કે જીતની ટકાવારી 57.10 છે.

બીજી તરફ સોમરસેટે 2003-2018 દરમ્યાન 199માંથી 95માં જીત મેળવી છે, જ્યારે 92માં હારનો સામનો કરવો પડ્યો છે. 2 મેચ ટાઈ રહી. જેમાં 1 ટાઈ રહેલી મેચ સુપર ઓવરમાં જીતી ્ને 9 મેચ પરિણામ વગરની રહી. તેની જીતની ટકાવારી 50.78 રહી.

તમને જણાવી દઈએ કે, શનિવારે સાંજે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં રોયલ્સના કપ્તાન આજિંક્ય રહાણેએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું. મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માની વાપસી થઈ. તેમણે ટીમમાં સિદ્દેશ લાડની જગ્યા લીધી.

મુંબઈ ઈન્ડિયન્સને કપ્તાન રોહિત શર્મા અને ક્વિંટન ડિ કોકે સારી શરૂઆત અપાવી. આ બંનેએ પહેલી વિકેટ માટે 96 રનોની ભાગીદારી કરી. 11મી ઓવરમાં રોહિત શર્માને જોફ્રા આર્ચરે જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવી મુંબઈ ઈન્ડીયન્સને પ્રથમ ઝટકો આપ્યો. રોહિત શર્મા 47 રન બનાવી આઉટ થયો. તેણે પોતાની 32 બોલની પારીમાં 6 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.
First published: April 13, 2019
વધુ વાંચો
अगली ख़बर