શું ત્રીજી ટી-20માં પડશે વરસાદ? જાણો કેવો રહેશે મોસમનો મિજાજ

News18 Gujarati
Updated: November 24, 2018, 4:23 PM IST
શું ત્રીજી ટી-20માં પડશે વરસાદ? જાણો કેવો રહેશે મોસમનો મિજાજ
ત્રીજી ટી-20 : કેવો રહેશે મોસમનો મિજાજ, સ્ટાર્કનો ટીમમાં સમાવેશ

હવે શ્રેણીની અંતિમ ટી-20 સિડનીમાં 25 નવેમ્બરે રમાશે. આવા સમયે એ જાણવું જરુરી છે કે આ મેચમાં મોસમનો મિજાજ કેવો રહેશે

  • Share this:
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાયેલી બીજી ટી-20 મેચ વરસાદના કારણે રદ થઈ હતી. હવે શ્રેણીની અંતિમ ટી-20 સિડનીમાં 25 નવેમ્બરે રમાશે. આવા સમયે એ જાણવું જરુરી છે કે આ મેચમાં મોસમનો મિજાજ કેવો રહેશે.

ઓસ્ટ્રેલિયાની સરકારી વેબસાઇટ bom.gov.auના મતે આ દિવસે (25 નવેમ્બર) થોડા વાદળા છવાયેલા રહેશે અને દિવસે વરસાદ થવાની સંભાવના 20 ટકા છે. આવા સમયે આશા રાખી શકાય કે મેચમાં વરસાદનું વિધ્ન વગર પુરી રમાશે. ટીમ ઇન્ડિયા શ્રેણીમાં 1-0થી પાછળ ચાલી રહી છે તેથી ટીમ ઇન્ડિયા ત્રીજી ટી-20માં જીત મેળવી શ્રેણી 1-1થી સરભર કરવા પ્રયત્ન કરશે. ભારત છેલ્લી 7 ટી-20 શ્રેણી સતત જીત્યું છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી-20માં મિચેલ સ્ટાર્કનો સમાવેશ કર્યો છે. તેનો ઈજાગ્રસ્ત બિલી સ્ટેનલેકના સ્થાને સમાવેશ કર્યો છે. સ્ટેનલેકને પ્રેક્ટિસ સેશનમાં કેચ કરતા ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. જેથી બીજી ટી-20માં તેના સ્થાને નાથન કૂલ્ટર નાઇલનો સમાવેશ કર્યો હતો.

આ પણ વાંચો - વરસાદના કારણે બીજી ટી-20 રદ થતા ભારતને થયો આવો ફાયદો!

સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા તરફથી અંતિમ ટી-20 મેચ સપ્ટેમ્બર 2016માં રમ્યો હતો. આ સિવાય તે ટી-20 ફોર્મેટમાં પોતાના ઘરઆંગણે અંતિમ મેચ 2014માં રમ્યો હતો.
First published: November 24, 2018, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading