Home /News /sport /Tokyo Paralympics: ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ બદલ્યો, જીત્યા 19 મેડલ, જુઓ સંપૂર્ણ લીસ્ટ

Tokyo Paralympics: ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ બદલ્યો, જીત્યા 19 મેડલ, જુઓ સંપૂર્ણ લીસ્ટ

ભારતીય ખેલાડીઓએ પાંચ ગોલ્ડની સાથે 19 મેડલ જીત્યા હતા. તસવીર AFP

Tokyo Paralympics 2020: ભારતીય ખેલાડીઓએ 19 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ભારતનું પેરાઓલિમ્પિકમાં શ્રેષ્ટ પ્રદર્શન છે. આ પહેલા ભારતીય ખેલાડીઓ 11 પેરાઓલિમ્પિકમાં 12 મેડલ જ જીત્યા છે.

ટોક્યો: ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે ભારતીય ખેલાડીઓ (Indian Players)એ રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન કર્યું હતું. ભારતે 5 ગોલ્ડ (Gold), 8 સિલ્વર (Silver) અને 6 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ જીત્યા હતા. મેડલ ટેલીમાં ભારત 24માં ક્રમે છે. આ ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. આ પહેલા ભારતીય ખેલાડીઓએ 11 વખત પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ માત્ર 12 મેડલ જ જીતી શક્યા હતા. પરંતુ આ વખતે ખેલાડીઓએ ઈતિહાસ બદલી નાખ્યો. આ વખતે રેકોર્ડ 54 ખેલાડીઓ ટોક્યોમાં ઉતર્યા. એકંદરે, ભારતને પેરાલિમ્પિક્સમાં 9 ગોલ્ડ, 12 સિલ્વર, 10 બ્રોન્ઝ સહિત 31 મેડલ મળ્યા છે.

પેરાલિમ્પિક રમતોની શરૂઆત 1960માં થઈ હતી અને ભારતીય ખેલાડીઓ સૌપ્રથમ 1968માં તેલ અવીવ પહોંચ્યા હતા. ત્યારબાદ ભારતે એક પણ મેડલ જીત્યો ન હતો. 1972માં પ્રથમ વખત મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ ભારતને પેરાલિમ્પિક ગેમ્સમાં માત્ર એક જ ગોલ્ડ મળ્યો હતો. ભારતીય ખેલાડીઓએ ટોક્યો 2020માં 5 રમતોમાં 19 મેડલ જીત્યા હતા. પુરુષ ખેલાડીઓએ 16 જ્યારે મહિલા ખેલાડીઓએ ત્રણ મેડલ જીત્યા હતા.

નામ

રમત

મેડલ

અવનિ લેખરા શૂટિંગગોલ્ડ
સુમિત અંતિલ એથલેટિક્સગોલ્ડ
મનીષ નરવાલ શૂટિંગગોલ્ડ
પ્રમોદ ભગત શૂટિંગગોલ્ડ
કૃષ્ણા નાગર બૈડમિન્ટનગોલ્ડ
ભાવિના પટેલ ટેબલ ટેનિસસિલ્વર
નિષાદ કુમારએથલેટિક્સસિલ્વર
યોગેશ કથૂરિયા એથલેટિક્સસિલ્વર
દેવેન્દ્ર ઝાઝરિયાએથલેટિક્સસિલ્વર
મરિયપ્પન થંગાવેલુએથલેટિક્સસિલ્વર
પ્રવીણ કુમાર એથલેટિક્સસિલ્વર
સિંહરાજ અધાના શૂટિંગ સિલ્વર
સુહાસ યતિરાજ બૈડમિન્ટનસિલ્વર
સુંદર ગુર્જરએથલેટિક્સબ્રોન્ઝ
સિંહરાજ અધાના શૂટિંગ બ્રોન્ઝ
શરદ કુમાર એથલેટિક્સબ્રોન્ઝ
અવનિ લેખરા શૂટિંગ બ્રોન્ઝ
હરવિંદર સિંહ આર્ચરી બ્રોન્ઝ
મનોજ સરકાર બૈડમિન્ટનબ્રોન્ઝ  
First published:

Tags: Tokyo Paralympics, Tokyo Paralympics 2020