Home /News /sport /T20 World Cup Final 2022 : ઇંગ્લેન્ડે ટોસ જીતીને પાકિસ્તાનને આપ્યું બેટિંગનું આમંત્રણ

T20 World Cup Final 2022 : ઇંગ્લેન્ડે ટોસ જીતીને પાકિસ્તાનને આપ્યું બેટિંગનું આમંત્રણ

ટી-20 વર્લ્ડકપની આજે ફાઇનલ

T20 Worldcup Final: ટી-20 વર્લ્ડકપ 2022ની ફાઇનલની તારીખ આવી ગઇ છે. 13 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. બન્ને ટીમ એક એક વખત આ વર્લ્ડકપ જીતી ચુકી છે અને હવે ફરી ટ્રોફી પોતાના નામે કરવા પર નજર છે.

વધુ જુઓ ...
    T20 Worldcup Final: પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપનો મુકાબલો થવા જઈ રહ્યો છે. ફાઇનલ માટે ટોસ ઉછળી ચૂક્યો છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગનુ આંમત્રણ આપ્યું છે.

    આજે એટલે કે 13 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહી છે. બન્ને ટીમ એક એક વખત આ વર્લ્ડકપ જીતી ચુકી છે અને હવે ફરી ટ્રોફી પોતાના નામે કરવા પર નજર છે.

    ભારતીય સમય અનુસાર આ મેચ રવિવાર બપોરે 1.30 કલાકે શરૂ થશે. જોકે, મેલબોર્નમાં રવિવારે વરસાદનું અનુમાન પણ છે એવામાં ફાઇનલમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે. ફેન્સને આ આશા છે કે એક રોમાંચક ફાઇનલ મેચ જોવા મળશે, જેથી ચેમ્પિયન ટીમોની ટક્કર જોવા મળે.

    બાબર આઝમ રચશે ઇતિહાસ?

    પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની નજર ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાની ટીમને જીત અપાવીને પાકિસ્તાન ક્રિકેટના હૉલ ઓફ ફેમમાં મહાન ક્રિકેટર ઇમરાન ખાન સાથે સામેલ થવા પર હશે. જોકે, 2009ની ચેમ્પિયન ટીમની ફાઇનલ સુધીની સફર કોઇ રોમાંચક સ્ક્રિપ્ટથી ઓછી નથી રહી જેમાં તે ટૂર્નામેન્ટના પ્રથમ અઠવાડિયે બહાર થવાની નજીક પહોચી ગઇ હતી જેમાં ભારત અને ઝિમ્બાબ્વેએ તેને હરાવ્યુ હતુ.

    ટૂર્નામેન્ટના બીજા અઠવાડિયે પાકિસ્તાનની ટીમે વાપસી કરી હતી અને દક્ષિણ આફ્રિકા પર જીતથી આશા વધી ગઇ હતી. પાકિસ્તાની ફેન્સની દુઆઓએ અસર કરી હતી અને 1992 જેવો ચમત્કાર થયો હતો અને નેધરલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાને હરાવીને ઉલટફેર કરતા તેને બહાર ફેક્યુ હતુ જેને કારણે પાકિસ્તાનની ટીમ સેમિ ફાઇનલમાં પહોચી હતી.

    જોસ બટલરની ઇંગ્લેન્ડમાં છે દમ

    ઇંગ્લેન્ડની ટીમનો પણ ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ જોડાયેલો છે. સાત વર્ષ પહેલા ઇંગ્લેન્ડને બાંગ્લાદેશે ગ્રુપ સ્ટેજમાં ટૂર્નામેન્ટમાંથી બહાર ફેકી દીધી હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટના તમામ પ્રયાસ બાદ વ્હાઇટ બોલ ક્રિકેટમાં બદલાવ શરૂ થયો હતો જેને કારણે ટીમના ખેલાડીઓમાં જુસ્સો આવ્યો હતો. ભારત વિરૂદ્ધ ગુરૂવારે સેમિ ફાઇનલમાં આ વલણ સ્પષ્ટ જોવા મળ્યુ હતુ. ઇંગ્લેન્ડના જોસ બટલર, એલેક્સ હેલ્સ, બેન સ્ટોક્સ અને મોઇન અલી જેવા ધુરંધરોને પાછળ છોડવા માટે શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ વસીમ જૂનિયર અને હેરિસ રઉફને પ્રેરણાદાયી જુસ્સાથી વધારે સારૂ પ્રદર્શન કરવુ પડશે.

    બન્ને ટીમ આ રીતે છે

    પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન):

    બાબર આઝમ (સી), મોહમ્મદ રિઝવાન (ડબ્લ્યુ), મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, હરિસ રૌફ, શાહીન આફ્રિદી

    ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન):

    જોસ બટલર (w/c), એલેક્સ હેલ્સ, ફિલિપ સોલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરન, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન, આદિલ રશીદ
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन