Video : જ્યારે વિકેટકીપરે બેટ્સમેનને મેદાન વચ્ચે ઝૂડી નાખ્યો, પોલીસ બોલાવવી પડી

ગ્રાઉન્ડમાં જ મારામારી

આ હરકત માટે વિકેટકીપર એન્ડરસન પર આજીવન પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, જ્યારે બ્રાયનને છ વન ડે મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

  • Share this:
    ક્રિકેટની રમતમાં અવારનવાર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થતો જોવા મળે છે, પરંતુ ક્યારેક ખેલાડીઓ લાગણીઓમાં વહી જઈને એવું કામ કરતા હોય છે જેનાથી દુનિયા ચકિત થઈ જતી હોય છે. અવારનવાર મેદાન પર ખેલાડીઓ સ્લેજિંગ કરતા જોવા મળે છે, પરંતુ ક્યારેક વાત મારામારી સુધી પહોંચી જાય છે. વર્ષ 2015માં બરમૂડામાં એક ક્લબ મેચ દરમિયાન આવું જ થયું હતું. આ મેચમાં વિકેટકીપરે બેટ્સમેન સાથે ઝઘડો કર્યો હતો અને તેની સાથે મેદાન વચ્ચે જ મારપીટ કરી હતી. બેટ્સમેને પણ સામે બેટ વિંઝ્યું હતું પરંતુ વિકેટકીપર બચી ગયો હતો. કેમ પણ કરીને બંનેને છૂટા પાડવામાં આવ્યા હતા, જે બાદમાં ત્યાં પોલીસ આવી પહોંચી હતી.

    મેદાનમાં ઝઘડો થયો

    બરમૂડામાં ક્લેવલેન્ડ કાઉન્ટી ક્રિકેટ ક્લબ અને વિલો કટ્સ ક્રિકેટ ક્લબ વચ્ચે મેચ ચાલી રહી હતી. ત્યારે બંને ટીમના આ બે ખેલાડીઓ વચ્ચે સ્લેજિંગ થવા લાગ્યું હતું, વાત મારપીટ સુધી પહોંચી હતી. ક્લેવલેન્ડ કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફથી રમી રહેલા વિકેટકીપર જેસન એન્ડરસને વિલો કટ્સ ક્રિકેટ ક્લબના બેટ્સમેન જ્યોર્જ ઓ બ્રાયન પર હુમલો કરી દીધો હતો. એન્ડરસને ઓવર પૂરી થયા બાદ બ્રાયનને ધમકાવ્યો હતો. જે બાદમાં બંને ખેલાડીઓ ઝઘડી પડ્યા હતા અને બંને વચ્ચે મારપીટ થઈ હતી.



    એન્ડરસને બેટ્સમેનને લાત મારી અને તેને પાડી દીધો હતો. જે બાદમાં સાથી ખેલાડીઓ અને અમ્પાયર બંનેને અલગ પાડવા માટે દોડી આવ્યા હતા. આ હરકત માટે વિકેટકીપર એન્ડરસન પર આજીવન પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, જ્યારે બ્રાયનને છ વન ડે મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: