Home /News /sport /કતારમાં ફીફા વર્લ્ડકપનો આજથી પ્રારંભ, ઓપનિંગ સેરેમનીમાં BTS ધૂમ મચાવશે

કતારમાં ફીફા વર્લ્ડકપનો આજથી પ્રારંભ, ઓપનિંગ સેરેમનીમાં BTS ધૂમ મચાવશે

FIFA Worldcup 2022 Opening Ceremony: વિશ્વભરમાં ફૂટબોલ ફેન્સ માટે ઉત્સવ શરૂ થઇ રહ્યો છે. કતારમાં આજથી (20 નવેમ્બર) ફીફા ફૂટબોલ વર્લ્ડકપ 2022નો પ્રારંભ થઇ રહ્યો છે.

    રવિવારે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે શાનદાર ઓપનિંગ સેરેમની થશે જેમાં વિશ્વભરના મોટા મોટા આર્ટિસ્ટ પરફૉર્મ કરશે. જેમાં સૌથી મોટુ નામ કોરિયન બેન્ડ BTSનું છે, જે અહી પોતાનો જલવો બતાવશે. ઓપનિંગ સેરેમની પછી આજે જ ઓપનિંગ મેચ પણ રમાશે, જે યજમાન કતાર અને એક્વાડૉર વચ્ચે રમાશે.

    20 નવેમ્બર 2022માં ફીફા વર્લ્ડકપ 2022ની શરૂઆત થઇ રહી છે. પ્રથમ દિવસે ઓપનિંગ સેરેમની સિવાય એક મેચ પણ રમાશે. આ પ્રથમ વખત છે જ્યારે મિડલ ઇસ્ટમાં ફૂટબોલ વર્લ્ડકપનું આયોજન થઇ રહ્યુ છે.

    ભારતીય સમય અનુસાર રવિવારે સાંજે 7.30 કલાકે ઓપનિંગ સેરેમનીની શરૂઆત થશે. જેમાં કોરિયન બેન્ડ બીટીએસ પણ પરફૉર્મ કરશે. આ સિવાય માલુમા, નિકી મિનાજ, મરિયમ ફેરેસ વર્લ્ડકપની થીમ સૉન્ગ પર પરફૉર્મ કરશે.
    ભારતમાં ફીફા ફૂટબૉલ વર્લ્ડકપનું પ્રસારણ સ્પોર્ટ્સ 18 પર કરવામાં આવશે. સાથે જે તેની એચડી ચેનલ પર પણ પ્રસારણ થશે. જ્યારે ઓનલાઇન પ્રસારણ જિયો સિનેમા, જિયો ટીવી અને તેની વેબસાઇટ પર જોઇ શકાશે.
    ફીફા વર્લ્ડકપ 2022માં માત્ર ઓપનિંગ સેરેમની જ નહી પણ દરરોજ આર્ટિસ્ટ પરફૉર્મ કરશે. અહી ફેન ફેસ્ટિવલની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યા વિશ્વભરમાંથી આવેલા દર્શકો માટે અલગ અલગ આર્ટિસ્ટ પોતાનું પરફૉર્મ કરશે. બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી 29 નવેમ્બરે અહી જોવા મળશે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन