રશિયામાં આજથી ફૂટબોલના મહાકુંભ ફિફા વર્લ્ડકપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.. રશિયાના 11 શહેરોમાં 32 દેશો વચ્ચે આ ટક્કર જોવા મળશે. 12 સ્ટેડિયમમાં વર્લ્ડકપની 64 મેચ રમાશે. ત્યારે આજે સૌ પ્રથમ મુકાબલો રશિયા અને સાઉદી અરબ વચ્ચે રમાશે.
ગયા વર્ષે સતત નબળુ પ્રદર્શન, સૌથી નીચો ક્રમ મેળવનાર ટીમ ફિફા વિશ્વ કપ 2018માં રશિયામાં શરૂ થનારી ફૂટબોલ મેગા ઇવેન્ટમાં ભાગ લેશે.
યજમાન રશિયા સાઉદી અરેબિયાની એક નબળી ટીમને જીતીને હકારાત્મક શરૂઆત કરશે. યજમાન બનવાના કારણે, રશિયાને વર્લ્ડ કપમાં જગ્યા મળી ગઇ હતી, પરંતુ ફિફા (FIFA) ના તાજેતરના વિશ્વ ક્રમાંકમાં તે 70 મા સ્થાને છે.
The 2018 FIFA #WorldCup begins in exactly 24 hours time!