Home /News /sport /

FIFA WC 2018 : ઇંગ્લેન્ડને 2-0થી હરાવી બેલ્જીયમે ત્રીજુ સ્થાન મેળવ્યું

FIFA WC 2018 : ઇંગ્લેન્ડને 2-0થી હરાવી બેલ્જીયમે ત્રીજુ સ્થાન મેળવ્યું

તસવીર - ટ્વિટર

    બેલ્જીયમે ફિફા વર્લ્ડ કપ-2018માં ત્રીજુ સ્થાન મેળવ્યું છે. જ્યારે ઇંગ્લેન્ડે ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો છે. ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં બેલ્જીયમે ઇંગ્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. આ જીત સાથે બેલ્જીયમ વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત ત્રીજા સ્થાને રહ્યું છે. આ પહેલા તેનું બેસ્ટ પ્રદર્શન 1986ના વર્લ્ડ કપમાં ચોથું સ્થાન હતું. બીજી તરફ ઇંગ્લેન્ડ બીજી વખત ત્રીજા સ્થાન માટેની
    મેચમાં બીજી વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા 1990માં પણ પરાજય સાથે ચોથા સ્થાને રહ્યું હતું.

     બેલ્જિયમના થોમસ મ્યુનિયરે ચોથી જ મિનિટમાં ગોલ કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. પ્રથમ હાફમાં આ એકમાત્ર ગોલ થયો હતો. બીજા હાફમાં પણ બેલ્જીયમે દબદબો જાળવી રાખ્યો હતો. સુકાની એડન હેઝાર્ડે 82મી મિનિટે ગોલ કરી ટીમને 2-0થી લીડ અપાવી હતી. આ વર્લ્ડ કપમાં તેણે ત્રીજો ગોલ ફટકાર્યો હતો. બેલ્જીયમની 2-0ની લીડ મેચના અંત સુધી યથાવત્ રહી હતી.



     આ પહેલા ગ્રુપ મેચમાં પણ બેલ્જીયમે ઇંગ્લેન્ડને 1-0થી હરાવ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2018 FIFA World Cup

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन