Home /News /sport /FIFA World Cup 2022: લિયોનલ મેસ્સીએ ઇતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
FIFA World Cup 2022: લિયોનલ મેસ્સીએ ઇતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
લિયોનલ મેસ્સીએ ઇતિહાસ રચ્યો
FIFA World Cup Argentina Beat Australia: ફીફા વર્લ્ડ કપ 2022ની સિઝન ખૂબ જ રોમાંચિત રહી છે. ટૂર્નામેન્ટના બીજા પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મેચમાં લિયોનલ મેસ્સીએ ટીમ આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવી હતી. આ જીત સાથે જ આર્જેન્ટિનાની ટીમ ક્વાર્ટર ફાઇનલ માટે પણ ક્વાલિફાય કરી લીધું છે.
FIFA World Cup Argentina Beat Australia: કતારની યજમાનીમાં રમાનારી ફિફા વર્લ્ડ કપ 2022 સિઝનમાં શનિવારે મોડી રાતે પ્રિ-ક્વાર્ટર ફાઇનલની બીજી મેચ રમાઈ હતી. આ મેચમાં લિયોનલ મેસ્સીએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવી હતી. આ સાથે જ આર્જેન્ટિનાએ ક્વાર્ટર ફાઇનલ માટે ક્વાલિફાય કરી લીધું છે.
આ મેચમાં લિયોનલ મેસ્સીએ ઇતિહાસ રચી દીધો છે. આ તેમના કેરિયરની 1000મી મેચ છે. આ સાથે જ મેસી વર્લ્ડ કપમાં સોથી વધુ ગોલ કરનારા આર્જેન્ટિનાના ખેલાડી બની ગયા છે. તેમણે દિગ્ગજ ખેલાડી મારાડોનાને પાછળ રાખી દીધા છે. મેસ્સીએ વર્લ્ડ કપના ઇતિહાસમાં 9મો ગોલ માર્યો હતો.
આમ તો, મેચનો પહેલો ગોલ મેસ્સીએ જ કર્યો હતો. તેમણે મેચમાં 35મી મિનિટે ગોલ કર્યો હતો. આ સાથે જ મેસ્સીએ પોર્ટુગલ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ વર્લ્ડ કપમાં ગોલ મામલે પાછળ ધકેલી દીધો છે. મેસ્સીના ગોલથી આર્જેન્ટિનાએ પહેલા હાફમાં 1-0 સુધી પહોંચી ગયા હતા.
ત્યારપછી બીજા હાફમાં ફરી એકવાર આર્જેન્ટિનાએ આક્રમક પ્રદર્શન કર્યુ અને 57 મિનિટમાં બીજો ગોલ કરીને વિજયી કૂચ આગળ વધારી હતી. આ બીજો ગોલ જુલિયન અલ્વારેજે કર્યો હતો. જો કે, ત્યારબાદ 77મી મિનિટે આર્જેન્ટિનાના એન્જો ફર્નાન્ડિસે આત્મઘાતી ગોલ કર્યો હતો. આ ગોલથી ઓસ્ટ્રેલિયાએ ખાતુ ખોલ્યું હતું. આ રીતે આ મેચ આર્જેન્ટિનાએ 2-1થી જીતી હતી.
ઉલ્લેખનીય છે કે, હવે આર્જેન્ટિનાની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ટ સામે રમશે. આ મેચ શુક્રવારે એટલે કે 9મી ડિસેમ્બરે ભારતીય સમયનાસુર મોડી રાતે 12.30 વાગ્યે રમવામાં આવશે. આ મેચમાં જીતનારી ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. આમ જોવા જઈએ તો, લિયોનલ મેસ્સી વર્લ્ડ કપ ખિતાબથી માત્ર 3 જીત જ દૂર છે. મેસ્સીની ટીમને હવે ક્વાર્ટર ફાઇનલ, ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ જીતવાની બાકી છે.
મેસ્સીએ અત્યાર સુધીના કરિયરમાં આર્જેન્ટિના, બાર્સેલોના ક્લબ અને પીએસજી ક્લબ માટે કુલ 1000 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 789 ગોલ કર્યા છે અને 338 આસિસ્ટ કર્યા છે. મેસ્સીએ વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર નોકઆઉટ રાઉન્ટમાં ગોલ કર્યો છે.
પેલે પછી કુઓલ સૌથી યુવા ખેલાડી બન્યાં
આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમના ગરંગ કુઓલે પણ ઇતિહાસ રચી દીધો છે. તેઓ 1958ના વર્લ્ડ કપ પછી નોકરાઉન્ટમાં રમનારા સૌથી યુવા ખેલાડી બની ગયા છે. કુઓલની ઉંમર અત્યારે 18 વર્ષ 79 દિવસ છે. જ્યારે તેના પહેલાં 1958માં બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેએ આ આ રેકોર્ડ બનાવ્યો હતો અને ત્યારે તેમની ઉંમર 17 વર્ષ અને 249 દિવસ હતી.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર