Home /News /sport /FIFA: જાપાન પાસેથી શીખવા જેવું, માત્ર મેચ નહીં દિલ પણ જીત્યા! ફેન્સ સ્ટેડિયમમાં કચરો વીણતા દેખાયા, લૉકર રૂમની હાલત તો જુઓ
FIFA: જાપાન પાસેથી શીખવા જેવું, માત્ર મેચ નહીં દિલ પણ જીત્યા! ફેન્સ સ્ટેડિયમમાં કચરો વીણતા દેખાયા, લૉકર રૂમની હાલત તો જુઓ
ફૂટબોલ વર્લ્ડકપમાં જાપાનની ટીમે કચરો સાફ કર્યો
FIFA World Cup 2022: જર્મની સામે ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ જાપાનના ચાહકોએ સ્ટેડિયમમાં પોતાનો કચરો સાફ કર્યો હતો. એટલું જ નહીં ખેલાડીઓએ પણ લૉકર રૂમને ચકાચક કરી દીધું હતું.
FIFA WORLD CUP: જાપાને કતારમાં 2022ના વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની મેચમાં જર્મની સામે ઐતિહાસિક પ્રથમ જીત મેળવી હતી. જેના પગલે જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. જોકે દુનિયાના સૌથી ક્લાસી પ્લેયર્સ તરીકે જાણીતી જાપાનીઝ ટીમે જર્મની સામેની મેચ જીતવાની સાથે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ પણ જીતી લીધા છે.
જાપાની ફૂટબોલ ટીમે અવિશ્વસનીય કામ કરી સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે. જર્મનીને હરાવ્યા બાદ વિજયનો આનંદ માણવાને બદલે તેઓએ તેમના લોકર રૂમની સફાઈ કરી હતી અને બધુ એકદમ વ્યવસ્થિત ગોઠવી દીધું હતું.
After an historic victory against Germany at the #FIFAWorldCup on Match Day 4, Japan fans cleaned up their rubbish in the stadium, whilst the @jfa_samuraiblue left their changing room at Khalifa International Stadium like this. Spotless.
લોકર રૂમની તસવીર શેર કરતાં ફિફાએ લખ્યું હતું કે, #FIFAWorldCup જર્મની સામે ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ જાપાનના ચાહકોએ સ્ટેડિયમમાં પોતાનો કચરો સાફ કર્યો હતો, જ્યારે @jfa_samuraiblue ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમના તેમના ચેન્જિંગ રૂમમાંથી આ રીતે બહાર નીકળી હતી. સ્પોટલેસ.'
It’s not only three points that Japan have in the bag.
ફોટામાં રૂમની મધ્યમાં કાઉન્ટર પર ટુવાલ, પાણીની બોટલો અને ફૂડ કન્ટેનર સરસ રીતે ગોઠવાયેલા જોવા મળે છે. એટલું જ નહીં, જાપાની ટીમે નોટ પણ છોડી હતી, જેમાં જાપાનીઝ અને અરેબિકમાં "આભાર" લખેલું હતું.
આ દરમિયાન મેચ બાદની ક્લિન-અપ સર્વિસ માટે જાણીતા જાપાનીઝ ચાહકોએ તેમની પરંપરા જાળવી રાખી હતી. 2-1થી મળેલી જીત બાદ જાપાનના ચાહકો ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમના સ્ટેન્ડમાં રહ્યા હતા. જોકે, ઉજવણી કરવા માટે નહીં, પણ કચરો સાફ કરી શકે તે માટે. જેવું સ્ટેડિયમ ખાલી થવા લાગ્યું કે તરત જ જાપાનીઝ સમર્થકો આછા વાદળી રંગની ડિસ્પોઝેબલ કચરાપેટીઓ બહાર કાઢતા જોઈ શકાતા હતા. તેઓ સ્ટેડિયમની આસપાસ ચાલતા જોઈ શકાતા હતા. તેઓ વપરાયેલા કપ, બોટલો, ફૂડ રેપર્સ લેવા માટે નીચા નમીને ભરતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા યુઝર્સ જાપાની મૂલ્યો અને સંસ્કૃતિથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક યુઝરે લખ્યું, માત્ર ચાહકો જ નહીં, પણ લાંબી મેચ પછી ખેલાડીઓએ પણ તેમના ડ્રેસિંગ રૂમને સાફ કરવા માટે ઊર્જા અને શાંતિ મળી. સ્વચ્છતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે ખૂબ જ પ્રશંસા કરું છું. બીજાએ લખ્યું છે કે, સંસ્કાર અને કામ કરવાની નૈતિકતા બાબતે કોઈ પણ દેશ જાપાનને હરાવી શકશે નહીં.
જાપાનીઓ સ્વચ્છતાના આગ્રહી હોય છે. સોશિયલ મીડિયા પર અન્ય ચાહકે તેમની આ પરંપરા અંગે પૂછ્યું તો જવાબ મળ્યો કે, અમે જાપાની છીએ અને અમે અમારી પાછળ કચરો છોડતા નથી, અમે તે સ્થળનો આદર કરીએ છીએ.
ગત રવિવારે યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ઉદ્ઘાટન મેચ બાદ પણ આવી જ ઘટના જોવા મળી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, જાપાન તરફથી રિત્સુ ડોઆન અને તાકુમા અસાનોએ છેલ્લી 15 મિનિટમાં છેલ્લો ગોલ કર્યો હતો, જેનાથી જાપાને ચાર વખતના ચેમ્પિયન જર્મની સામે 2-1થી અદભૂત જીત મેળવી હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર