Home /News /sport /FIFA World Cup Qatar 2022: FIFA વર્લ્ડ કપની ફાઈનલ મેચ Jio સિનેમા એપ પર ફ્રીમાં જોઈ શકાશે
FIFA World Cup Qatar 2022: FIFA વર્લ્ડ કપની ફાઈનલ મેચ Jio સિનેમા એપ પર ફ્રીમાં જોઈ શકાશે
ફ્રાન્સ સતત બીજી વખત ખિતાબ જીતીને ઈતિહાસ રચવાના ઈરાદા સાથે ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરશે.
FIFA World Cup Qatar 2022: આર્જેન્ટિનાએ સેમી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ક્રોએશિયાને 3-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
મુંબઈ: ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને આર્જેન્ટિના આ મહામુકાબલામાં એકબીજા સામે ટકરાશે. ફ્રાન્સ સતત બીજી વખત ટાઈટલ જીતીને ઈતિહાસ રચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે જ્યારે મેસ્સી આર્જેન્ટિના તરફથી વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કરવા માટે રમશે. ચાહકોને બંને ટીમો વચ્ચે કપરા મુકાબલાની અપેક્ષા છે.
આર્જેન્ટિનાએ સેમી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ક્રોએશિયાને 3-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ માટે મેસ્સી અને Mbappe વચ્ચે રેસ જોવા મળી રહી છે. હાલમાં ફ્રેન્ચ કેપ્ટન એમ્બાપ્પે સૌથી આગળ છે અને તેણે છ મેચમાં છ ગોલ કર્યા છે. મેસ્સીએ છ મેચમાં પાંચ ગોલ કર્યા છે.
ચાહકો એ જાણવા ઉત્સુક છે કે ફ્રાન્સ જીતશે કે મેસ્સી, જેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે તે વર્લ્ડ કપ ખિતાબ પર કબ્જો જમાવશે. આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની ફાઇનલ મેચ દોહા લુસેલ સ્ટેડિયમમાં રમાશે. લુસેલ સ્ટેડિયમ કતારનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ મેદાન પર એક સમયે લગભગ 89 હજાર દર્શકો બેસી શકે છે.
ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. ભારતમાં આ મેચ સ્પોર્ટ્સ 18 અને સ્પોર્ટ્સ 18 એચડી ચેનલો પર જોઈ શકાય છે. ફાઈનલ મેચ Jio સિનેમા એપ પર ફ્રીમાં જોઈ શકાશે. કતાર 2022 ભારતનો અત્યાર સુધીનો સૌથી વધુ જોવાયેલો FIFA વર્લ્ડ કપ બની ગયો છે. FIFA વર્લ્ડ કપ કતાર 2022 JioCinema પર દર્શકોની સંખ્યા 100 મિલિયનને પાર થવાની ધારણા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર