Home /News /sport /

ઉધાર માંગીને ખાવાનું ખાતો હતો આ ખેલાડી, આજે દરેક સપ્તાહે કમાય છે 2.27 કરોડ રૂપિયા

ઉધાર માંગીને ખાવાનું ખાતો હતો આ ખેલાડી, આજે દરેક સપ્તાહે કમાય છે 2.27 કરોડ રૂપિયા

    બેલ્જિયમનો સ્ટાર સ્ટ્રાઇકર રોમેલુ લુકાકુ ફિફા વર્લ્ડ કપ-2018માં અત્યાર સુધી 4 ગોલ ફટકારી ચૂક્યો છે. પોતાની ટીમને 3 દશક પછી સેમિફાઇનલમાં પહોંચાડવામાં લુકાકુની ભૂમિકા મહત્વની છે. આજે લુકાકુ દુનિયાના સૌથી પ્રખ્યાત ફૂટબોલરમાંથી એક છે. જોકે આ માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે.

    લુકાકુ જ્યારે નાનો હતો ત્યારે તેના ઘરમાં ખાવાના ફાંફા હતા અને ક્યારેક-ક્યારેક અંધારામાં પ્રાર્થના કરતો હતો કારણ કે તેની પાસે એપાર્ટમેન્ટમાં લાઇટ બિલ ભરવાના પૈસા પણ ન હોતા. લુકાકુદુધમાં પાણી ભેળવીને પીતો હતો. તેનો પરિવાર ઉધાર માંગીને અનાજ લાવતો હતો.

    ગરીબી સિવાય લુકાકુએ બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. લુકાકની ઘણી નાની ઉંમરમા હાઇટ વધી ગઈ હતી. આ કારણે તેના કદ પર સવાલ ઉઠાવવામાં આવતા હતા. જેથી લુકાકુ હંમેશા પોતાનું બર્થ સર્ટિફિકેટ સાથે લઈને ફરતો હતો.



    લુકાકુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા પિતા પ્રોફેશનલ ફૂટબોલર હતા પણ તે કારકિર્દીના અંતિમ તબક્કે આવ્યા ત્યારે બધા પૈસા પુરા થઈ ગયા હતા. તે ફક્ત છ વર્ષનો હતો ત્યારે તેને પોતાના પરિવારની ગરીબીની ખબર પડી ગઈ હતી. કારણ કે તેણે માતાને દુધમાં પાણી નાખતા જોઈ હતી. જેથી બધાને પહોચી શકે.

    લુકાકુએ આ પછી નિર્ણય કર્યો હતો કે પ્રોફેશનલ ફૂટબોલથી જ પોતે પરિવારને ગરીબીમાંથી બહાર કાઢશે અને તેણે પોતાની પ્રતિભાને જોરે આ કરી દીધું હતું. હવે તે માન્ચેસ્ટર યુનાઇટેડ જેવી ક્લબ સાથે રમે છે. આ પહેલા તે ચેલ્સી, વેસ્ટ બ્રોમવિચ અને એવર્ટન ક્લબ તરફથી પણ રમી ચૂક્યો છે. ક્યારેક ગરીબી ભોગવી ચૂકેલો લુકાકુ આજે યુરોપના સૌથી મોંઘા ફૂટબોલરમાંથી એક છે. લુકાકુ હવે સપ્તાહે 2.27 કરોડની કમાણી કરે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2018 FIFA World Cup, Fifa-2018

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन