Home /News /sport /

FIFA WC 2018 : 28 વર્ષ પછી ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં, સ્વિડનને 2-0થી હરાવ્યું

FIFA WC 2018 : 28 વર્ષ પછી ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં, સ્વિડનને 2-0થી હરાવ્યું

તસવીર - ફિફા

    ઇંગ્લેન્ડે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ-2018ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઇંગ્લેન્ડે ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં સ્વિડનને 2-0થી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી હેરી મેગુએર અને ડેલે 1-1 ગોલ કર્યો હતો. ઇંગ્લેન્ડે બંને ગોલ હેડરથી કર્યા હતા. ઇંગ્લેન્ડ 28 વર્ષ પછી વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવા સફળ રહ્યું છે. આ પહેલા 1990માં ઇંગ્લેન્ડે ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઇંગ્લેન્ડ હવે સેમિફાઇનલમાં રશિયા અને ક્રોએશિયા સામેના વિજેતા સામે ટકરાશે.

    તસવીર - ફિફા


    ઇંગ્લેન્ડના ડિફેન્ડર હેરી મેગુએરે એશ્લે યંગના કોર્નર કિક પર 30મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. મેગુએરનો આ પ્રથમ આંતરાષ્ટ્રીય ગોલ હતો. આ પહેલા મેચમાં 19મી મિનિટે ઇંગ્લેન્ડે પ્રથમ હુમલો કરતા સ્વિડન પર દબાણ બનાવ્યું હતું. જોકે રહીમ સ્ટર્લિંગના પાસ પર સુકાની હેરી કેન બોક્સની બહારથી બોલને ગોલપોસ્ટમાં પહોંચાડી શક્યો ન હતો. પ્રથમ હાફમાં એકમાત્ર ગોલ ઇંગ્લેન્ડ તરફથી થયો હતો.

     બીજા હાફમાં પણ ઇંગ્લેન્ડે વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ડેલે અલીએ 59મી મિનિટે ગોલ કરીને ઇંગ્લેન્ડને 2-0થી લીડ અપાવી હતી. આ લીડ મેચના અંત સુધી યથાવત્ રહી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: England, FIFA World Cup 2018, Sweden

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन