Home /News /sport /

પત્નીએ ગણાવ્યો રોનાલ્ડોને મેસીથી વધુ શ્રેષ્ઠ તો પતિએ મોકલી છુટાછેડાની નોટિસ

પત્નીએ ગણાવ્યો રોનાલ્ડોને મેસીથી વધુ શ્રેષ્ઠ તો પતિએ મોકલી છુટાછેડાની નોટિસ

    નવી દિલ્હી: રશિયામાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાંથી ક્રિસ્ટીયોનો રોનાલ્ડોની પોર્ટુગીઝ અને લાયોનેલ મેસીની આર્જેન્ટાઈન ટીમ ટુર્નામેન્ટથી આઉટ થઈ ગઇ છે.  કેટલાક લોકોનું માનવું છે કે રોનાલ્ડો મેસીથી શ્રેષ્ઠ છે તો કેટલાક કહે છે કે મેસી જ શ્રેષ્ઠ છે. એક શખ્શી પત્નીને રોનાલ્ડોને મેસી કરતા ચડીયાતો ગણાવતા તેના પતિએ છુટાછેડાની નોટિસ ફટકારી છે.

    રશિયામાં વર્લ્ડકપ રમાઇ રહ્યો છે . જ્યા અર્જેન્ટીના અને નાઇજિરાયાની વચ્ચે મુકાબલો થયો હતો. જેમા આર્જન્ટીનાને 2-1થી જીત મળી હતી. આર્સેન અને લ્યુડમિલાની જિંદગીમાં તારીખ ૨૬મી જુને રમાયેલી આર્જેન્ટીના-નાઈજીરિયાની મેચને કારણે તોફામ મચી ગયું હતુ. આ જીતની સાથે મેસીના ચાહક એવા આર્સેને ભારે જોરશોરથી ઉજવણી શરૂ કરી હતી.

    જો કે આ દરમિયાન જ તેની પત્ની લ્યુડમિલાએ મેસી કરતાં પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને ચડિયાતો ખેલાડી ગણાવીને તેને ચિડવવા માંડી હતી. આ ઘટનાથી આર્સેન ખુબ જ ગુસ્સે થઈ ગયો અને તરત જ ઘરમાંથી નિકળી ગયો હતો અને બીજા જ દિવસે તેણે લ્યુડમિલાને છુટાછેડાની નોટિસ ફટકારી દીધી હતી.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: FIFA World Cup 2018

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन