Home /News /sport /FIFA WC 2018: એક દિવસમાં થયા રેકોર્ડ 14 ગોલ, જુઓ વીડિયો

FIFA WC 2018: એક દિવસમાં થયા રેકોર્ડ 14 ગોલ, જુઓ વીડિયો

    ફિફા વર્લ્ડ કપ 2018માં 11માં દિવસે ગોલનો વરસાદ જોવા મળ્યો હતો. રવિવારે રમાયેલ ત્રણ મુકાબલામાં 14 ગોલ જોવા મળ્યા હતા. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં એક દિવસમાં આટલા ગોલ થયા હોય તેવું ફક્ત બીજી વખત બન્યું છે. આ પહેલા 1990માં એક દિવસમાં 14 ગોલ થયા હતા. આવો એક નજર નાખીએ રવિવારે કઈ ટીમે કેટલા ગોલ કર્યા અને કયો ખેલાડી બન્યો સ્કોરર.
    " isDesktop="true" id="774345" >

    રવિવારે પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને પનામા વચ્ચે રમાઈ હતી. જેમાં કુલ 7 ગોલ થયા હતા. ઇંગ્લેન્ડે 6 અને પનામાએ એક ગોલ કર્યો હતો. ઇંગ્લેન્ડ માટે સુકાની હેરી કેને 3, જોન સ્ટોન્સે 2 અને જેસી લિંગાર્ડે એક ગોલ કર્યો હતો. પનામા માટે એક ગોલ ફેલિપ બેલોયે કર્યો હતો." isDesktop="true" id="774345" >

    રવિવારે બીજી મેચ જાપાન અને સેનેગલ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કુલ 4 ગોલ થયા હતા. મુકાબલો 2-2થી ડ્રો રહ્યો હતો. જાપાન તરફથી તાકાશી હુનુઈ અને કેસુકે હોન્ડાએ ગોલ કર્યો હતો. સેનેગલ માટે માને અને મુસાએ ગોલ કર્યો હતો." isDesktop="true" id="774345" >

    રવિવારે રમાયેલી ત્રીજી મેચમાં કોલંબિયા અને પોલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. આ મુકાબલામાં ત્રણેય ગોલ કોલંબિયા તરફથી થયા હતા. કોલંબિયા માટે યેરી મીના, રાદમેલ ફાલકાઓ અને જુઆન કાડ્રાડોએ ગોલ કર્યા હતા.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: England, Fifa-2018, Fifa-world-cup, જાપાન, ફિફા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन