Home /News /sport /

FIFA WC 2018: ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ટીમોની કેવી છે સ્થિતિ, જાણો કાર્યક્રમ

FIFA WC 2018: ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ટીમોની કેવી છે સ્થિતિ, જાણો કાર્યક્રમ

    ફિફા વર્લ્ડ કપ-2018ની ક્વાર્ટર ફાઇનલ મેચનો રાઉન્ડ 6 જુલાઈથી શરૂ થશે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ઘણા અપસેટ જોવા મળ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની સહિત આર્જેન્ટિના, પોર્ટુગલ જેવી દિગ્ગજ ટીમો બહાર થઈ ગઈ છે. ક્વાર્ટર ફાઇનલ પહેલા જાણો કેવો છે કાર્યક્રમ અને ટીમોની સ્થિતિ.

    ઉરગ્વે વિ. ફ્રાન્સ
    ઉરુગ્વેની ટીમ શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. રાઉન્ડ ઓફ 16માં ટીમે સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની પોર્ટુગલની ટીમને હરાવી હતી. બીજી તરફ ફ્રાન્સે દિગ્ગજ લાયોનેલ મેસ્સીની આર્જેન્ટિનાની ટીમને હરાવી હતી. રાઉન્ડ ઓફ-16ના મુકાબલામાં ફ્રાન્સે ચાર ગોલ કર્યા હતા. જેથી આ મુકાબલો રોમાંચક થવાની આશા છે.





    રશિયા વિ. ક્રોએશિયા
    યજમાન ટીમ રશિયાએ આ વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. વર્લ્ડ કપ પહેલા ખરાબ ફોર્મમાં રહેલી ટીમના પ્રદર્શનથી તેના પ્રશંસકો પણ આશ્ચર્યચકિત છે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. બીજી તરફ ક્રોએશિયાની ટીમ પણ લીગ રાઉન્ડમાં અપસેટ સર્જીને આવી છે. આ વખતે કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ બનશે.

    સ્વિડન વિ. ઇંગ્લેન્ડ
    હેરી કેનના પ્રદર્શનથી ઇંગ્લેન્ડની ટીમ શાનદાર ફોર્મમાં છે. ગોલ્ડન બૂટની રેસમાં છ ગોલ સાથે તે સૌથી આગળ ચાલી રહ્યો છે. હેરી કેન ઉપર સ્વિડન સામે ફરી એક વખત સારા પ્રદર્શનનું દબાણ રહેશે. ટૂર્નામેન્ટમાં સ્વિડનની શરૂઆત પરાજય સાથે થઈ હતી. જોકે આ પછી તેણે મેક્સિકો પર મોટી જીત મેળવી હતી. આ સિવાય સ્વિટ્ઝર્લેન્ડ સામે પણ વિજય મેળવ્યો હતો.

    ક્વાર્ટર ફાઇનલ લાઇનઅપ

    6 જુલાઈ - ઉરુગ્વે વિ. ફ્રાન્સ, સાંજે 7.30 કલાકે
    6 જુલાઈ - બ્રાઝિલ વિ. બેલ્જિયન, રાત્રે 11.30 કલાકે
    7 જુલાઈ - સ્વિડન વિ. ઇંગ્લેન્ડ, સાંજે 7.30 કલાકે
    7 જલાઈ - રશિયા વિ. ક્રોએશિયા, રાત્રે 11.30 કલાકે
    Published by:Ashish Goyal
    First published:

    Tags: FIFA World Cup 2018, Fifa-2018

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन