FIFA world cup: આ હાર જર્મની માટે કોઇ ખરાબ સંકેત તો નથી? ઇતિહાસ પર એક નજર

ફાઇલ તસવીર

ગત વર્ષની ચેમ્પિયન બનેલી જર્મની સામે ઉતરેલી મેક્સિકોની ટીમને પણ આશા ન્હોતી કે 35મી મિનિટમાં જ વિશ્વ વિજેતા ટીમ ઉપર જીત મળવશે.

  • Share this:
    ગત વર્ષની ચેમ્પિયન બનેલી જર્મની સામે ઉતરેલી મેક્સિકોની ટીમને પણ આશા ન્હોતી કે 35મી મિનિટમાં જ વિશ્વ વિજેતા ટીમ ઉપર જીત મળવશે. પરંતુ પહેલા હાફમાં જ લોઝાનોએ ગોલ કર્યો હતો. જે ગોલ તેમને છેલ્લે સુધી બનાવી રાખ્યો હતો. આમ પહેલી મેચમાં જ જર્મનીને હાર આપી હતી. આખી મેચમાં જર્મનીના ખેલાડીઓ બરોબરી કરવા માટે સંઘર્ષ કરતા રહ્યા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ મેચમાં હારની સાથે તેમનો સંઘર્ષ પુરો થયો હતો. આ સાથે જર્મનીએ પોતાના નામે રેકોર્ડ કર્યો હતો. જે કોઇપણ ગત વિજેતા માટે એક કલંક રૂપ છે. જર્મની ફિફા વર્લ્ડકપમાં પાંચમી ટીમ બની ગઇ છે જે ઓપનિંગ મેચમાં જ હારી ગઇ હોય. આ પહેલા સ્પેન પણ પોતાનો ઓપનિંગ મુકાબલો હારી ગઇ હતી. તે ગ્રુપ સ્ટેઝથી બહાર થઇ ગઇ હતી.

    1950- 1950ના વિશ્વકપમાં ઇટાલી ડિફેન્ડિંગ ચેમ્પિયનના રૂપમાં ઉતરી હતી. તે ઓપનિંગ મુકાબલામાં સ્વિડનથી 2-3થી હાર ગઇ હતી. ઇટલીએ 1934 અને 1938માં સતત બે વખ વિશ્વકપ પોતાના નામે કર્યા હતા. 1938 પછી વિશ્વકપ 1950માં થયો હતો. જ્યાં ઇટાલી ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઇ ગઇ હતી.

    1982- આર્જેન્ટિનાએ 1978માં વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. અને 1982માં ખિતાબ બચાવવા ઉતરી હતી. પરંતુ ઓપનિંગ મેચમાં જ બેલ્ઝિયમ સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વિશ્વકપમાં આર્જેન્ટિના બીજા રાઉન્ડમાં જ બહાર થઇ ગઇ હતી.

    1990- 1982માં હાર્યા બાદ આર્જેન્ટિના 1986માં વિશ્વ ચેમ્પિયન બની હતી અને 1990માં ડિફેન્ડિંગ ચેમ્પિયન રૂપમાં ઉતરી હતી. પરંતુ કેમરુન સામે પોતાની પહેલી મેચ 0-1થી હારી ગઇ હતી. જોકે, વર્લ્ડ કપમાં તે રનરઅપ રહી હતી.

    2002- ફ્રાન્સ ટીમ 1998માં વિશ્વ ચેમ્પિયન બની હતી. 2002માં દક્ષિણ કોરિયા અને જાપાનના સંયુક્ત મેજબાવીમાં થેયલા વિશ્વકપમાં તેણે સેનેગલ સામે પોતાના અભિયાન શરૂ કર્યું હતું. જેમાં તેને 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વિશ્વકપમાં તેની સફર માત્ર ગ્રુપ સ્ટેજ પર જ રોકાઇ ગઇ હતી.

    2014- સ્પેનની ટીમે 2010માં ચેમ્પિયનનો ખેતિાબ પોતાના નામે કર્યો હતો. અને 2014માં તે ડિફેન્ડિંગ ચેમ્પિયનના રૂપમાં ઉતરી હતી. સ્પેનને નેધરલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. જડ્યાં તેને 1-5ના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તે ગ્રૂપ સ્ટેજથી બહાર થઇ ગઇ હતી.
    Published by:Ankit Patel
    First published: