Home /News /sport /

FIFA World Cup : સૈમુઅલ ઉમ્ટીટીના હેડરથી ફ્રાન્સ 12 વર્ષ પછી પહોંચ્યું ફાઇનલમાં

FIFA World Cup : સૈમુઅલ ઉમ્ટીટીના હેડરથી ફ્રાન્સ 12 વર્ષ પછી પહોંચ્યું ફાઇનલમાં

ફિફાવર્લ્ડ કપમાં ફ્રાન્સ ફાઇનલમાં

ડિફેન્ડર સૈમુઅલ ઉમ્ટીટીના ગોલની મદદથી ફાન્સે મંગળવારે મોડી રાત્રે સેન્ટ પીટસબર્ગ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં રોમાંચક અને ભારે મુકાબલામાં બેલ્ઝિયમને 1-0થી માત આપી હતી.

    ડિફેન્ડર સૈમુઅલ ઉમ્ટીટીના ગોલની મદદથી ફાન્સે મંગળવારે મોડી રાત્રે સેન્ટ પીટસબર્ગ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં રોમાંચક અને ભારે મુકાબલામાં બેલ્ઝિયમને 1-0થી માત આપી હતી. આમ ફિફા વર્લ્ડકપની 21મી આવૃત્તિમાં ફ્રાન્સે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મેચમાં એક માત્ર ગોલ સૈમુઅલ ઉમ્ટીટીએ 51મી મિનિટમાં હેડર દ્વારા કર્યો હતો.

    ફ્રાન્સની ટીમે ત્રીજી વખત વિશ્વકપમાં ફાઇનલમાં જગ્યા બનાવવા માટે સફળ રહી છે. ટીમે 1998માં પોતાની મેજબાનીમાં યોજાયેલા વર્લ્ડકપમાં ફાઇનલમાં બ્રાઝીલને હરાવીને ખિતાબ જીત્યો હતો. પરંતુ 2006માં ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ઇટાલી સામે હારી ગઇ હતી. હવે 15 જુલાઇએ ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે થનારી સેમીફાઇનલની વિજેતા ટીમ સાથે ફ્રાન્સની ટીમ ફાઇનલમાં ટકરાશે.

    બેલ્ઝિયમ વિરૂદ્ધ વર્લ્ડકપની ત્રણ મેચોમાં આ ફ્રાન્સની ત્રીજી જીત છે. આ પહેલા ફ્રાન્સે 1938માં પહેલો મુકાબલો 3-1થી જીત્યો હતો. ત્યારબાદ 1986માં ત્રીજા ચરણના પ્લેઓફ મેચમાં 4-2થી જીત નોંધાવી હતી. જેની સાથે બેલ્ઝિયમની 24 મેચોનું અજય અભિયાન પણ થંભી ગયું હતું. આ દરમિયાન તેણે 78 ગોલ કર્યા હતા. મંગળવારની મેચ પહેલા માત્ર એક મેચમાં ટીમ ગોલ ન કરી શકી. બેલ્ઝિયમની ટીમ વિશ્વકપમાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે વિદાય લીધી હતી. ટીમે પોતાના પ્રદર્શનથી લોકોનું દિલ જીતી લીધું હતું.

    બેલ્ઝિયમ માટે જમણી બાજુથી ઇડન હેજાર્ડે અનેક સારા મૂવ બનાવ્યા પરંતુ ટીમને ડાબી બાજુ પર રોમેલુ લુકાકૂની નિષ્ફળતાની પરિણામ ભોગવવું પડ્યું. ફ્રાન્સના સ્ટાર સ્ટ્રાઇકર ઓલિવિએ જિરુ પણ આ મોકા ઉપર સારો મુવને ફિનિશ કરવા માટે નિષ્ફળ રહ્યો હતો. પરંતુ ઉમ્ટીટીએ ટીમની મુશ્કેલીઓમાંથી બચાવી લીધી હતી.
    Published by:Ankit Patel
    First published:

    Tags: 2018 FIFA World Cup

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन